સુશાસનથી વાઇબ્રન્ટ : ગુજરાતની પ્રગતિમાં વધુ એક સુવર્ણ વર્ષ લખાયું

Government, Gujarat | 12 December, 2023 | 12:59 PM
◙ સંવેદનાથી સભર પરંતુ શાસનમાં મકકમતા એ ભુપેન્દ્રભાઇ પટેલ સરકારના કાર્યકાળનો મંત્ર રહ્યો છે
સાંજ સમાચાર

◙ 12 ડિસેમ્બર, 2022ના ઐતિહાસિક જનચુકાદા બાદ બીજી વખત મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા તે સમયે સમગ્ર ગુજરાતમાં એ અહેસાસ થયો કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને તેમણે જે વિકાસની કેડી બનાવી અને તેને રાજમાર્ગમાં રૂપાંતર કર્યુ હતું તેના પર ગુજરાતના વિકાસનો રથ પુરપાટ દોડશે અને છેલ્લા એક વર્ષના શાસને તે વાસ્તવિક બનાવ્યું છે ◙ રાજયના કોઇ પણ નાગરિક સાથે સીધો સંવાદ, સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ એ ગુજરાતની ભાજપ સરકારનો સૌથી મહત્વનો પ્રોજેકટ રહ્યો છે અને ભુપેન્દ્રભાઇ સરકારે 20 વર્ષની સફળતાની ઉજવણી વધુને વધુ સંવાદો સાથે કરી ◙ ગુજરાતે એ સાબિત કરી દીધુ કે ડિઝાસ્ટર સામે તેની ક્ષમતા અપરંપાર છે, બીપોરજોય વાવાઝોડામાં એક પણ નાગરિકે જીવન ગુમાવ્યું નહીં અને આગોતરી તૈયારીથી મોટી નુકસાની પણ ટળી તે ગુજરાત માટે સૌથી મોટી રાહત બની રહી હતી ◙ વાઇબ્રન્ટ ગુજરાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી ઉદ્યોગો માટેની આ એક પરીકલ્પના આજે વિશાળ વાસ્તવિકતા બની છે, દુનિયાભરના ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા છે અને આધુનિક સેમીકન્ડકટર ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં પ્રથમ નંબરનું ઉત્પાદક રાજય બનશે તે સમગ્ર દેશ માટે ગૌરવ હશે ◙ કૃષિ ક્ષેત્રે રાજયમાં પ્રથમ વખત રવિ કૃષિ મહોત્સવની શરૂઆત થઇ અને ખેડુતો માટે વધુ ઉત્પાદન લેવા અને વધુ ઉપજ, વધુ સારા ભાવની સાથોસાથ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાત એ ભારતમાં મોડેલ બને તે ભુપેન્દ્ર પટેલ સરકારનો મંત્ર રહ્યો છે ◙ ગુજરાતના એક વિશાળ ઓબીસી સમુદાયને જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો મુજબ હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બેઠકો અને હોદ્દોઓમાં પણ 27% અનામત આપીને આ વર્ગને મુખ્ય ધારામાં જોડવા માટેનો યજ્ઞ પૂરો કર્યો ◙ આદિવાસી હોય કે મહિલા, વ્યાપારી હોય કે ઉદ્યોગપતિ, નાના ફેરીયાઓ હોય કે પછી નવા ઉદ્યોગોના પ્રણેતા આ તમામ માટે ગુજરાતમાં પોતાના વ્યાપાર ધંધાને આગળ વધારવા માટે નાણાંકીય સહિતની સહાયોના માધ્યમથી રાજયના જીવનધોરણને ઉંચુ લાવવા ભૂમિકા ભજવી છે ◙ શિક્ષણ અને કૌશલ્ય : ગુજરાતના વિકાસમાં આ એક મુળ મંત્ર રહ્યા છે, શાળા પ્રવેશોત્સવથી ગુજરાતના યુવાનો માટે સ્ટાર્ટઅપ પોલીસી મુખ્યમંત્રી સ્વાલંબન યોજનાથી ઉચ્ચ શિક્ષણમાં સહાય તેમજ શિક્ષકો માટે હેલ્થકાર્ડનું આયોજન એ આ સરકારે કરેલી પહેલ છે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 ડિસેમ્બર, 2022ના રોજ ઐતિહાસિક જનાદેશ બાદ મુખ્યમંત્રી તરીકે બીજી વાર શપથ ગ્રહણ કર્યાં હતાં. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને તેમણે કંડારેલી વિકાસની કેડી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઉંચાઈઓ સુધી લઈ જવા સતત પ્રયત્નશીલ છે. તેમની પ્રવર્તમાન સરકારની વિકાસ યાત્રાની એક વર્ષની ઝલક... સુશાસન ક્ષ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા ખાતે વિશાળ યાત્રી ભવનનું નિર્માણ થશે, જે રામચંદ્રજીના દર્શનાર્થે આવનાર યાત્રીઓને અધ્યાત્મ અને પ્રવાસનનો અનુભવ આપશે. ક્ષ યુનેસ્કો દ્વારા ગુજરાતના ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’તરીકે સ્થાન મળ્યું. ક્ષ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ગુજરાતને દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું ક્ષ માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને ‘અસ્મિતા’ જાળવી શકાય તે માટે ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરતો કાયદો બનાવ્યો. ક્ષ સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણના 20 વર્ષની સફળતાપૂર્વક ઉજવણી કરી. ક્ષ જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતની ફરિયાદો ઓનલાઇન લેવાનો નિર્ણય. ક્ષ મુખ્યમંત્રી કાર્યાલયમાં લોકોના પ્રશ્નોના નિવારણમા ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યર થયાં. ક્ષ વડાપ્રધાનના સુશાસનની પ્રેરણાથી યુવાનોના પ્રોત્સાહક વિચારોને સરકાર સાથે જોડવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપની શરૂઆત. ક્ષ જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ, ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે (પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામતરહેશે. ક્ષ બીપરજોય વાવાઝોડાના સામે ‘ઝીરો કેઝયુઅલ્ટી’ એપ્રોચ સાથે મોટી જાનહાનિ અને નુકસાન ટાળી શકાયું. ક્ષ બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે રૂા.11.60 કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી અને રૂા.240 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યું. ક્ષ 19 થી 21 મે દરમિયાન રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરનું આયોજન થયું. ક્ષ રાજ્યના કર્મયોગીઓની કાર્યદક્ષતા અને કૌશલ વધે તેની તાલીમ માટે 1 ટકા બજેટની જોગવાઈ ક્ષ નર્મદા જિલ્લાના રાજ્યના સરહદી ગામ જાવલીમાં રાત્રિ રોકાણ કરીને બે દિવસ વીતાવ્યા. ગ્રામજનો સાથે સંવાદ કરીને વિવિધ યોજનાના લાભાર્થીઓના પ્રતિભાવ જાણ્યા ક્ષ 2,400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં અમૃત સરોવરોના નિર્માણની 100 ટકા કામગીરી પૂર્ણ ક્ષ GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને મળ્યાં સાત એવોર્ડ ક્ષ પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4 નાં કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી પ્રક્રિયા પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપરન્ટ બની. ક્ષ સતત બીજા વર્ષે નવા કરવેરા વિનાનું રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું વર્ષ 2023-24નુંબજેટ ક્ષ કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર રાજ્ય નીતિ આયોગની રચના કરવાનો નિર્ણય. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ક્ષ માન. મુખ્યમંત્રીનો જાપાન અને સિંગાપોરનો સફળ પ્રવાસ ક્ષ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના પૂર્વાર્ધમાં 14.44 લાખ કરોડના સંભવિત રોકાણના એમ.ઓ.યુ. માટે ઉદ્યોગ કર્તાઓએ IFP પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું. ક્ષ વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ‘સમિટ ઓફ સક્સેસ’ તરીકે ઉજવણી કરી ક્ષ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે રાજ્યના 32 જિલ્લાઓમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ. ક્ષ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત રૂા. 25,147 કરોડના રોકાણો માટે 2,590 એમ.ઓ.યુ. થયાં ક્ષ ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU-સમજૂતી કરાર થયાં અને માત્ર ત્રણ જ મહિનામાં પ્લાન્ટની કામગીરીની શરૂઆત ક્ષ ગુજરાત મેમરી ચીપ્સનું ઉત્પાદન કરતું ભારતનું પ્રથમ રાજ્ય બનશે. ક્ષ વાયબ્રન્ટ ગુજરાત 2024માં 16 જેટલા દેશ બનશે પાર્ટનર ક્ધટ્રી રાજ્યમાં જી-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન ક્ષ ગાંધીનગરમાં જી-20 એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપની બીજી બેઠકનું આયોજન થયું. ક્ષ G20 અધ્યક્ષતા હેઠળ B20 અને ત્રીજી ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક યોજાઇ. ક્ષ G20 અધ્યક્ષતા હેઠળ U20 મેયોરલ સમિટનું આયોજન થયું. ક્ષ G20 અંતર્ગત 3જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાઇ જેમાં GIFT સિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું. ક્ષ G20 ભારત પ્રેસિડેન્સી અંતર્ગત ગાંધીનગરમાં મેડટેક એક્સપો-2023નું સફળ આયોજન ક્ષ G20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની કોન્ફરન્સના પ્રતિનિધિઓએ મોઢેરા સૂર્યમંદિર અને સુજાણપુરા સોલાર પાવર ઉત્પાદન અને સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી ક્ષ મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું શિક્ષણ અને કૌશલ્ય નિર્માણ ક્ષ શાળા પ્રવેશોત્સવના 20મા તબક્કાનું સફળતાપૂર્વક આયોજન થયું. 27 જિલ્લાઓની 27, 368 પ્રાથમિક શાળાઓની 46,600 થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી. 9 લાખ 77 હજાર ભુલકાંઓનો આંગણવાડી પ્રવેશ, ધોરણ-1માં 2.30 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો ક્ષ એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો માટે ઓનલાઈન પાસ સુવિધા ક્ષ સરકારી ડિગ્રી ઇજનેરી અને પોલિટેક્નિ કોલેજો ખાતે રોબોટિક્સ એન્ડ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અંતર્ગત થ્રીડી પ્રિન્ટીંગ, કોડિંગ, AI-ML, ઇલેક્ટ્રીક વ્હીકલ, સેમિક્ધડક્ટર ડિઝાઇન એન્ડ એડવાન્સ વેરિફિકેશન, સાયબર ફિઝીકલ સિસ્ટમ, ક્લાઉડ સર્વિસીસ જેવી ન્યુએજ ટેકનોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનો નિર્ણય. ક્ષ પ્રતિભાશાળીવિદ્યાર્થીઓનેધોરણ-6થી12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડેસ્કૂલ્સ માટે કુલ રૂા.64 કરોડની જોગવાઈ. ક્ષ રાજ્યના યુવાઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 33,000 થી વધુ યુવાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરી. ક્ષ ધોરણ 1 થી 8માં રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ અને ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે 25,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ વાઉચર આપવા માટેની યોજનાની જાહેરાત કરી. ક્ષ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધાઓ મળી રહે તે માટે હેલ્થકાર્ડ આપવાનું આયોજન. ક્ષ યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટપહોંચાડવા માટે ઇનોવેશન હબ ખાત ેપ્રોટોટાઇપ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કૃષિ અને પશુપાલન ક્ષ ગુજરાતમાં ‘રવી કૃષિ મહોત્સવ’ ની શરૂઆત ક્ષ ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 10 લાખ હેક્ટર જેટલો વધારો ક્ષ- રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય. ક્ષ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધી રહ્યો છે, 20 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ છે અને રાજ્યમાં 8.5 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ક્ષ રાજ્યના 96,00,000 પશુઓને FMD/બ્રુસેલ્લોસીસ રસીકરણ દ્વારા સુરક્ષિત કરાયા. ક્ષ લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂા.330 કરોડનું પેકેજ જાહેર કર્યુ. ક્ષ ખેડૂતોને અન્ય રાજ્યો અને દેશ બહાર નિકાસ માટે રૂા.40 કરોડની સહાય, લાલ ડુંગળી અને બટાટા એ.પી.એમ.સીમાં વેચાણ કરવા માટે રૂા.90 કરોડની સહાય તેમજ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરવા માટે રૂા.200કરોડની સહાય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી. ક્ષ પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરિત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. કૃષિક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ-એની સ્થાપના કરવાનો નિર્ણય ક્ષ અર્બન ગ્રીનમિશન કાર્યક્રમ હેઠળ શહેરમાં માળી કામ અર્થે યુવાનોને કૌશલ્યવર્ધન રોજગારલક્ષી તાલીમ આપવા માટે રૂા.3કરોડની જોગવાઇ. ક્ષ સૂક્ષ્મ સિંચાઇની યોજના માટે ચારગણા બજેટની જોગવાઈ ક્ષ ગુજરાતમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત થાય તે માટે સઘન પ્રયત્નોકરાશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂા.203 કરોડની બજેટ ફાળવણી. ક્ષ રાજયમાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર વધારવા તેમજ તેના સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ કરવા ગુજરાત નાળિયેરી વિકાસ મિશન અંતર્ગત રૂા.4.03 કરોડ મંજૂર કરવામાં આવેલ છે. ક્ષ બ્રુસેલોસીસના રસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવાઈ ક્ષ ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂા.500 કરોડની બજેટ જોગવાઈ ક્ષ માછીમારોને પણ ખેડૂતની જેમ કિસાન ક્રેડીટ કાર્ડનું વિતરણ નાગરિક પુરવઠો ક્ષ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉન ખાતે હાઇક્વોલિટી CCTV કેમેરા નેટવર્ક ઉભું થયું. ક્ષ સરકારી અનાજની ચોરી કે ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરે ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરી છે. ક્ષ રાજ્યના 71 લાખ NFSA કાર્ડધારક પરિવારોને મળ્યું વિના મૂલ્યે અનાજ વંચિતોનો વિકાસ ક્ષ ગંભીર એનીમિયા ધરાવતી 10 હજારથી વધુ આદિવાસી માહિલાઓની ઓળખ કરી તેમની જરૂરિયાત મુજબ સારવાર કરીને માતા મૃત્યુ દરમાં ઘટાડો કરાયો. ક્ષ આદિમ જૂથો જેવા કે કોટવાળિયા, કોલઘા, કાથોડી, સિદ્દી, પઢાર તેમજ હળપતિઓ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત. ક્ષ વિકસતી જાતિના 10 લાખ વિદ્યાર્થીઓને રૂા. 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ ક્ષ જઈ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય ક્ષ શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના અમલી કરી ક્ષ શ્રમિકો અને તેમના કુટુંબીજનોને પાંચ રૂપિયામાં ભોજન પૂરૂં પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 17 જિલ્લામાં 273 કડીયાનાકાઓ પર ભોજન વિતરણ મહિલા ક્ષ મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય, સૌપ્રથમ જેન્ડર બજેટ 1લાખ કરોડને પાર. 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી. બજેટમાં રૂા.1,04,986.70 કરોડની ફાળવણી માત્ર મહિલાઓલક્ષી યોજનાઓ માટે. ક્ષ દીકરી ભણે અને આગળ વધે તે માટે 1285 જેટલી ક્ધયાઓને મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડીકલ શિક્ષણ (ખઇઇજ અભ્યાસક્રમ) માટે સહાય આપી ક્ષ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 7 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા દર માસે 1 કિ.ગ્રા તુવેર દાળ, 2 કિ.ગ્રા ચણા, 1 લીટર સિંગ તેલ અપાયું ક્ષ 1,85,642 જેટલી સગર્ભા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ આર્થિક સહાય આપી સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કર્યું. ક્ષ મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવી 686 મહિલા સુરક્ષા ટુકડી SHE- ટીમ કાર્યરત કરવામાં આવી. સાથે 660 પોલીસ સ્ટેશનોમાં વુમન હેલ્પ ડેસ્કની શરૂઆત આરોગ્ય ક્ષ PMJAY-મા યોજના અંતર્ગત તા.11 જુલાઈથી રાજયના નાગરિકોને રૂા. 5 લાખની મળતી સહાય વધારીને રૂા. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ આપવાની શરૂઆત. ક્ષ ‘વન નેશન - વન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયેલા 272 ડાયાલિસિસ કેન્દ્રોમાં ગત 6 મહિનામાં 1.5 લાખથી વધુ ડાયાલિસીસ કરવામાં આવ્યા. ક્ષ રાજ્યમાં 3,32,35,291 આભા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે. ક્ષ શાળા પ્રવેશોત્સવથી રાજ્યના 1 કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભ. આરોગ્ય માટે બજેટમાં 15,182 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી. ક્ષ રાજ્યમાં માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત. ક્ષ અરવલ્લી, ડાંગ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં નવી મેડીકલ કોલેજ સ્થાપાશે. યુવા વિકાસ ક્ષ ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ-2023’ અનુસાર: રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્ષ આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતીનું આયોજન ક્ષ રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે 10,338 જેટલી લોક સંવર્ગની ભરતી, 325 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી અને 1287 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી પૂર્ણ કરી . વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી 8000 ભરતીનું આયોજન ક્ષ રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં 433 જેટલા ભરતી મેળાઓનું આયોજનઅને 1 લાખથી વધુ યુવાનોને રોજગારીના અવસર ક્ષ રાજ્યમાં એક જ દિવસમાં 2500 થી વધુ કર્મયોગીઓને નિમણૂક પત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા. બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં 2306-ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2માં133 અને ખેતીવાડી અધિકારી વર્ગ-2 સંવર્ગમાં 92નું નવું માનવબળ રાજ્ય વહીવટીતંત્રને પ્રાપ્ત થયું. ક્ષ યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપને પ્રોત્ સાહન આપતું અપડેટેડ સ્ટાર્ટઅપ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. સાથે 1176 સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા. ક્ષ ગુજરાતના યુવાનોને વિશ્વ કક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીનું સર્વ પ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ગિફ્ટ સિટીમાં સ્થપાશે. ક્ષ ઓલિમ્પિકસ2036નાયજમાનબનવાનીગુજરાતેપ્રારંભિકતૈયારીઓશરૂકરી. ક્ષ દરેક જિલ્લામા સેચ્યુરેશન એપ્રોચથી એક જિલ્લા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તથા દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન. લોકોની સુરક્ષા ક્ષ મક્કમતાથી ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડ્રગ્સને ઘૂસતું અટકાવ્યું છે. ક્ષ જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો. સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે. ક્ષ રાજ્યના સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે 4000 જેટલા લોકદરબાર યોજવામાં આવ્યા જેમાં 1,29,000થી વધુ લોકો હાજર રહ્યા. 22 હજાર જેટલા લોકોને સરકાર દ્વારા રૂા. 261.97 કરોડની લોન અપાવી. ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C)ને નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો શહેરી અને ગ્રામીણ વિકાસ ક્ષ શહેરો અને ગામડાઓમાં સ્વચ્છતા માટે જાગૃતિ કેળવાય તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ ક્ષ સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી ક્ષ રાજ્યની 157 નગરપાલિકાઓને રોડ રીસર્ફેસીંગ માટે રૂા.100 કરોડની ફાળવણી ક્ષ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા5જિલ્લાઓમાં ડોર ટુ ડોર કલેક્શન માટેની કામગીરી શરૂ કરવાનો નિર્ણય. ક્ષ રાજ્યની 20 નગરપાલિકાઓમાં મોડેલ ફાયરસ્ટેશનને મંજૂરી ક્ષ રાજ્યમાં 21 નવા સિટી સિવિક સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં. ક્ષ બેચરાજીના સંપૂર્ણ વિકાસ માટે ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરવામાં આવી ક્ષ રાજ્યમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની તમામ નગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ CNG અને ઇલેક્ટ્રીક બસના સંચાલન માટે કિલોમીટર દીઠ રૂા.12.50 થી વધારીને રૂા.18 અનુદાન આપવાનો નિર્ણય. ક્ષ પી.એમ. સ્વનિધિ અંતર્ગત 4,31,823 ફેરિયાઓને લોન આપવામાં આવી. ક્ષ રાજ્યના શહેરોમાં ઇઝ ઓફ લિવિંગ વધારાવાના આશય સાથે આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે 8 મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાઓમાં વિકાસ કામ માટે 674 કરોડ રૂપિયાના કુલ 594 કામો મંજૂર કર્યાં. ક્ષ ગ્રામ્ય વિસ્તારમાં ઉર્જાક્ષેત્રમાં લોકો આત્મનિર્ભર બને તે માટે ગોબરધન યોજના હેઠળ 4100 થી વધુ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા ક્ષ 15મા નાણાપંચ અંતર્ગત અંદાજે 22,000 ઉપરાંતના વિકાસ કામો પૂર્ણ કરવામાં આવ્યા ક્ષ સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2ના સાડા ચાર કિલોમીટરના સ્ટ્રેચના વિકાસ માટે શોભા ડેવલપર્સ સાથે એમ.ઓ.યુ. જળ સંચય અને જળ સિંચન ક્ષ 92 લાખ જેટલા નવા નળ કનેક્શન અપાયા ક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવા તથા સિંચાઈ માટે નર્મદાનું પાણી માર્ચ 2024 સુધી આપવાનો નિર્ણય ક્ષ અમરેલી ખાતે જનભાગીદારીથી શરૂ થયો જળ મહોત્સવ ક્ષ સરદાર સરોવર ડેમના બાંધકામથી ડુબમાં ગયેલી જમીનના ખાતેદારોના પુન:વસવાટ માટે બનાવાયેલી વસાહતો તેના મૂળ ગામ સાથે ભેળવવાનો મહત્વ પૂર્ણ નિર્ણય. ગ્રીન ગ્રોથ ક્ષ રાજ્યમાંરિન્યુએબલ ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે રિન્યુએબલ પોલિસી 2023ની જાહેરાત ક્ષ રાજ્યમાં ઇલેક્ટ્રીક વ્હીકલના પ્રોત્સાહન માટે ઇ.વી. પોલિસી-2021નું સફળ અમલીકરણ અને 464 ઇલેક્ટ્રીક બસ ફ્લીટ કાર્યરત ક્ષ ગ્રીન ગ્રોથ માટે પાંચ વર્ષ માટે રૂા.2 લાખ કરોડની ફાળવણી ક્ષ ગ્રીન ઉર્જાને પ્રોત્સાહનની દિશમાં નવી હાયડ્રોજન પોલિસીની જાહેરાત ક્ષ ગુજરાતની રીન્યુએબલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 22.5 ગીગાવોટ, વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટનું લક્ષ્ય નાગરિક પરિવહન ક્ષ ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ. આ તમામ રેલવે સ્ટેશનો આઇકોનિક રેલવે સ્ટેશન બનશે. ક્ષ રાજકોટમાં કાર્યરત થયું ગ્રીનફિલ્ડ એરપોર્ટ. ક્ષ અમદાવાદ મેટ્રો રેલ સેવા બની અમદાવાદની લાઇફ લાઇન. સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો. ક્ષ રાજ્યના નાગરિકોને ઉત્તમ પરિવહન સેવા મળી રહે તે માટે નવી 1154 બસો રાજ્યના નાગરિકોની સેવામાં મૂકી. ક્ષ રાજ્યમાં દર મહિને નવી 200 જેટલી બસો લોકોની સેવામાં મૂકવાનું આયોજન. ક્ષ મુસાફરોને છુટા આપવાની ઝંઝટથી મુક્ત થવાય તે માટે ક્યુ.આર. કોડ બેઝ 2,000 મશીન સંચાલનમાં મૂક્યા અને આવનાર દિવસોમાં આ ક્યુ.આર. કોડનો વ્યાપ વધારવાનો આયોજન. ક્ષ મુસાફરોને યાત્રા સુગમ અને સ્વચ્છ બને તે માટે શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા ઝુંબેશ શરૂ કરવામાં આવી. ક્ષ નાગરિકોને બસસ્ટેન્ડ પર એરપોર્ટ જેવી સુવિધાઓ મળે તે માટે અત્યાધુનિક બસપોર્ટ નિર્માણ ઝુંબેશ હેઠળ ભરૂચ બસપોર્ટનું લોકાર્પણ થયું અને આવનાર દિવસોમાં મોડાસા, ભૂજ, અમરેલી, પાટણ અને નવસારીમાં બસપોર્ટનું નિર્માણ થશે. ક્ષ રાજ્યમાં નવા 11 જેટલા સ્થળોને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીક વિકસાવાશે, જેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, દાહોદ, અંબાજી, ધોળાવીરા અને પાલીતાણાનો સમાવેશ થાય છે. સિદ્ધપુર, વડનગર અને કેવડિયામાં ટેક્નો-ઇકોનોમિક ફિઝીબિલિટી બાદ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થશે. પ્રવાસન ક્ષ જૂનાગઢમાં નવીનીકરણ થયેલા ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ ક્ષ ધોરડોને સંયુક્ત રાષ્ટ્ર તરફથી વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજનું સન્માન પ્રાપ્ત થયું. ક્ષ રાજ્યમાં પ્રવાસન સ્થળોના વિકાસને કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો. એક જ વર્ષમાં કચ્છ ખાતેના સ્મૃતિવનમાં 4,62,667 અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 33,92,371 પ્રવાસીઓએ લીધી મુલાકાત.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj