વિરાટ ‘રેકોર્ડ બ્રેકર’

India, Sports | 26 April, 2025 | 10:23 AM
કોહલીએ એક જ મેચમાં સૌથી વધુ T20 ફીફટી સહિતના રેકોર્ડ તોડયા
સાંજ સમાચાર

બેંગ્લોર : ગુરુવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુનો સ્ટાર બેટર વિરાટ કોહલી આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 42 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો.

તેના યોગદાનના આધારે બેન્ગલોરે રાજસ્થાન રોયલ્સ સામે 2015 બાદ પહેલી વાર 200 રનનો સ્કોર કરીને એની સામેનો હાઇએસ્ટ 205:રનનો ટોટલ ખડકી દીધો હતો.

વિરાટે પોતાની આ શાનદાર ઇનિંગ્સની મદદથી ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. તેણે એક વેન્યુ પર સૌથી વધુ 26 ઝ20 ફિફ્ટી ફટકારીને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલેક્સ હેલ્સનો નોટિંગહેમ ખાતે ફટકારેલી પચીસ ફિફ્ટીનો રેકોર્ડ તોડયો હતો.

તેણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 3500 ઝ20 રન પણ પૂરા કર્યા હતા. તે આવું કરનાર પહેલો ક્રિકેટર બન્યો છે. ઝ20માં 111મી વાર 50+ રનનો સ્કોર કરીને તેણે વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલ (110 વખત)નો રેકોર્ડ તોડયો હતો. હવે તે આ ફોર્મેટમાં સૌથી વધુ 50+ રનના સ્કોરના રેકોર્ડ-લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (117 વખત) બાદ બીજા ક્રમે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj