વિરાટ-અનુષ્કાએ પુત્રનું નામ ‘અકાય’ રાખ્યુ

India, Entertainment, Sports | 21 February, 2024 | 12:18 PM
સેલીબ્રીટી દંપતિએ જ બીજા બાળકના જન્મના સમાચાર જાહેર કર્યા
સાંજ સમાચાર

મુંબઈ,તા.21
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી માતા બની છે. અભિનેત્રીએ હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ શરૂઆતથી જ તેમની બીજી પ્રેગ્નન્સી છુપાવી રહ્યા હતા. જોકે, થોડા સમય પહેલા આફ્રિકાના ક્રિકેટર અને વિરાટના મિત્ર એબી ડી વિલિયર્સે આ અંગે સંકેત આપ્યો હતો.

પરંતુ દંપતી દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી ન હતી. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેમાં લખ્યું છે: અમે ખૂબ જ આનંદ અને પ્રેમ સાથે આ ખુશખબર આપી રહ્યા છીએ કે 15 ફેબ્રુઆરીએ અમારા ઘરે બાળક અને વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે.

અમને આ સમયે તમારા આશીર્વાદ જોઈએ છે. Love, અનુષ્કા  વિરાટ. આ કપલની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. દરમિયાન, ભૂમિ પેડનેકર, રકુલ પ્રીત સિંહ, મૌની રોય, હુમા કુરેશી અને રણવીર સિંહે પણ અનુષ્કાને તેની નવીનતમ પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે. 

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં થયા હતા. આ પ્રસંગે માત્ર ખાસ મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા. ત્રણ વર્ષ પછી એટલે કે વર્ષ 2021 માં દંપતીને ત્યાં એક પુત્રીનો જન્મ થયો હતો. જેનું નામ વામિકા હતું. બંને પોતાની દીકરીને લાઈમલાઈટથી દૂર રાખે છે. હવે ફરી એકવાર દંપતિ એક પુત્રના માતા-પિતા બન્યા છે.

‘અકાય’ નામનો અર્થ શું?
‘અકાય’  એટલે શરીર વિનાનું-એટલે કે નિરાકાર એક રીતે આ નામનો અર્થ ભગવાન છે. અકાયનો બીજો અર્થ પૂર્ણ ચંદ્રમાં થાય છે.

 

પાકિસ્તાનથી પણ વિરાટ કોહલીને પુત્રના જન્મની શુભેચ્છાઓ : ફેન્સ એ મીઠાઈઓ વહેંચી

વિરાટ કોહલીના પુત્રના જન્મની ખુશી પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી. વિરાટના પાકિસ્તાની ચાહકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા અને  મીઠાઈઓ વહેંચી હતી. વિરાટ કોહલીએ મંગળવારે સોશિયલ મીડિયા પર પુત્ર અકાયના જન્મની માહિતી આપી હતી.

 ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. આ કારણે જ જ્યારે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર તેના બીજા બાળકના જન્મની જાહેરાત કરી, ત્યારે તેને અભિનંદન મળવા લાગ્યા.

એટલું જ નહીં વિરાટ કોહલીના પુત્રના જન્મની ખુશી ની લહેર પાકિસ્તાનમાં પણ છવાઈ છે અને ત્યાંના લોકોએ પણ વિરાટને અભિનંદન પાઠવ્યા હતા અને ચાહકોએ ત્યાં મીઠાઈઓ વહેંચી હતી. વિરાટે પોતાના પુત્રનું નામ અકાય રાખ્યું છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj