વિરાટ કોહલી ફરી મેદાનમાં ઉતર્યો

India, Sports | 16 May, 2025 | 11:06 AM
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.16
થોડા દિવસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લેનાર વિરાટ કોહલી ગુરૂવારે મેદાનમાં પાછો ફર્યો. વિરાટ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં જોડાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે મેચ એક અઠવાડિયા સુધી સ્થગિત રહ્યા બાદ આવતીકાલ તા.17 મે થી IPL ફરી શરૂ થઈ રહી છે. લગભગ બધી ટીમોએ ફરીથી તાલીમ શરૂ કરી દીધી છે. 

સ્વદેશ પરત ફરેલા વિદેશી ખેલાડીઓએ પણ ફરી એકવાર પોતપોતાની ફ્રેન્ચાઇઝીમાં જોડાવાનું શરૂ કરી દીધું છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પણ લીગમાં ભાગ લેવા માટે ભારત પરત ફર્યા છે અને ટૂંક સમયમાં RCB કેમ્પમાં જોડાશે. ખભાની ઈજા અને આગામી WTC ફાઇનલ મેચને કારણે તેના ભારત પાછા ફરવા અંગે શંકા હતી.

પરંતુ અહેવાલો અનુસાર, આ સિઝનમાં RCB માટે 18 વિકેટ લેનાર આ ફાસ્ટ બોલર ટૂંક સમયમાં તેની ફ્રેન્ચાઇઝીમાં જોડાશે. દરમિયાન, લિયામ લિવિંગસ્ટોન ટુર્નામેન્ટની બાકીની મેચ રમવા માટે RCB  ટીમમાં ઓસ્ટ્રેલિયાના ટીમ ડેવિડ સાથે જોડાયો છે.

 

દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડના ક્રિકેટરોને  રીલીઝ કરવા બોર્ડની સૂચના 
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL ફ્રેન્ચાઇઝીઓને 26 મે સુધીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં રમવા જઈ રહેલા દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને રીલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કારણે, આ ક્રિકેટરો પ્લેઓફ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ટીમોને મોકલવામાં આવેલા પરામર્શમાં, બોર્ડેએ પણ જણાવ્યું હતું કે, વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ IPLની બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે.

ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે BCCI, CSA (ક્રિકેટ સાઉથ આફ્રિકા) સહિત વિદેશી બોર્ડ સાથે વાતચીત કરી રહ્યું છે. પરંતુ CSA સંગઠને 11 જૂનથી લાઓઇસમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી WTC ફાઇનલને ધ્યાનમાં રાખીને ઉદારતા દાખવી ન હતી.

 

ગુજરાત ટાઇટન્સને બટલરની ખોટ વર્તાશે
ગુજરાત ટાઇટન્સને ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલરની પણ ખોટ સાલશે, જે ઇંગ્લેન્ડ તરફથી રમવાને કારણે પ્લેઓફમાં રમવાનું ચૂકી જશે. ગુજરાતની છેલ્લી ત્રણ લીગ મેચ રમ્યા બાદ ઇંગ્લેન્ડનો બટલર રાષ્ટ્રીય ટીમમાં જોડાવા માટે રવાના થશે. વેસ્ટ ઇન્ડીઝ સામે 29 મેથી શરૂ થનારી સફેદ બોલ શ્રેણી દરમિયાન IPL  પ્લેઓફ યોજાશે.

ઇંગ્લેન્ડના અન્ય મુખ્ય ખેલાડીઓમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) મોઈન અલી, જોપ્રત આચર (RR), સેમ કુરન અને જેમી ઓવરટન (બંને (SK))નો સમાવેશ થાય છે.

KKR એ કહ્યું, ’રોવમેન પાવિલ અને મોઈન અલી સિવાય KKT ના બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બેંગલુરૂ પહોંચી ગયા છે. પાવિલ અને અલી બંને તબીબી કારણોસર પાછા ફરી શક્યા નથી. રોવમેનની સર્જરી ચાલી રહી છે, જ્યારે મોઈન અને તેના પરિવારને વાયરલ ચેપ હોવાનું નિદાન થયું છે.
મુસ્તફિઝુર નહીં આવી શકે? બાંગ્લાદેશનું એનઓસી નથી મળ્યું

દિલ્હી કેપિટલ્સે જેક ફ્રેઝર-મેકગર્કના સ્થાને બાંગ્લાદેશના ડાબોડી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને કરારબદ્ધ કર્યા બાદ તેની IPL માં ભાગીદારી શંકાસ્પદ બની ગઈ છે. મુસ્તફિઝુરને હજુ સુધી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તરફથી NOC મળ્યું નથી અને તે હાલમાં 17 થી 30 મે દરમિયાન UAE અને પાકિસ્તાન સામે પાંચ T20 રમવા માટે ઞઅઊમાં છે.

કુસલ મેન્ડિસ પીએસએલને  બદલે આઇપીએલ રમશે
શ્રીલંકાના વિકેટકીપર-બેટ્સમેન કુસલ મેન્ડિસ IPL પ્લેઓફ માટે ગુજરાત ટાઇટન્સમાં જોસ બટલરની જગ્યાએ રમશે. ગયા અઠવાડિયા સુધી, કુસલ પાકિસ્તાન સુપર લીગ (PSL) માં ક્વેટા ગ્લેડીયેટર્સ માટે વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા ભજવી રહ્યો હતો. તેણે ટીમ માટે છેલ્લી મેચ 7 મેના રોજ રમી હતી.

અહેવાલો અનુસાર, સુરક્ષા કારણોસર તે પીએસએલના બાકીના મેચો માટે પાકિસ્તાન જશે નહીં. તે આઈપીએલ તરફ વળ્યો છે. મેન્ડિસ પહેલી વાર IPL માં રમશે.

પીબીકેએસે ઇજાગ્રસ્ત લોકી ફર્ગ્યુસનના સ્થાને ન્યુઝીલેન્ડના ઝડપી બોલર કાયલ જેમિસનને કરારબદ્ધ કર્યો છે. કજૠ એ ઇજાગ્રસ્ત ઝડપી બોલર મયંક યાદવના સ્થાને ન્યુઝીલેન્ડના અનુભવી વેજ બોલર વિલ ઓ’રોર્કને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj