તા.22મીના ગુરૂવારે વિશ્વકર્મા યાત્રાધામ-સણોસરા ખાતે

વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરાશે: શોભાયાત્રા, ધ્વજારોહણ, પૂજન કીર્તન સહિતના વિવિધ કાર્યક્રમો

Dharmik | Rajkot | 20 February, 2024 | 11:47 AM
સાંજ સમાચાર

રાજકોટ,તા.20
વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ સણોસરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.22ના ગુરૂવારે વિશ્ર્વકર્મા જયંતીની ઉજવણી શાનદાર રીતે કરાશે તેમ ટ્રસ્ટના શૈલેષભાઈ સિદ્ધપુરાએ જણાવેલ છે. કુવાડવા વાકાંનેર રોડ પર આવેલ સણોસરા ખાતે વિશ્ર્વકર્મા યાત્રાધામમાં પૂ.દાદાના નવનિર્મિત મંદિરના પટાંગણમાં ભવ્ય શોભાયાત્રા, ધ્વજારોહણ, પૂજન, કીર્તન તથા મહાપ્રસાદ સહિતના આયોજનો કરાયા છે.

તા.22ના વિશ્ર્વકર્મા યાત્રાધામ ખાતે સવારે 10 વાગે પૂજન ધ્વજારોહણ તથા બપોરે 12.30 થી મહાપ્રસાદ શરૂ થશે.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજભા જાડેજા, સુરેશભાઈ અજમેરા, જયભાઈ પટેલ, દિનેશભાઈ રાઠોડ,ચિત્રકુટ મંદિરના સંતો-મહંતો તેમજ મુંબઈથી વિષ્ણુભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહેશે.ઉપરોકત પ્રસંગને ભવ્ય બનાવવા ટ્રસ્ટના શૈલેષભાઈ માવજીભાઈ સિદ્ધપુરા વિનુભાઈ પીઠવા, કલ્પેશભાઈ સિદ્ધપુરા, મહેન્તભાઈ જીલ્કા, સુરેશભાઈ સિદ્ધપુરા, કલ્પેશભાઈ કિશોરભાઈ સિદ્ધપુરાના માર્ગદર્શક હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે. 
 

વ્યવસ્થાપક સમિતિ
 

ઉપરોકત પ્રસંગને ભવ્ય બનાવવા વ્યવસ્થાપક સમિતિની રચના કરાઈ છે જેમાં પ્રવિણભાઈ પોપટભાઈ પરમાર, મનસુખભાઈ નથુભાઈ કારેલીયા, પ્રકાશચં ચંદુલાલ પીઠવા, ભરતભાઈ દામજીભાઈ મકવાણા, દિલીપભાઈ પોપટભાઈ કારેલીયા, નિલેષભાઈ ભગવાનજીભાઈ સિદ્ધપુરા, કિરીટભાઈ મગનલાલ જીલ્કા, હરેશભાઈ શાંતિભાઈ પીઠવા, ચિરાગભાઈ મનસુખભાઈ કારેલીયા, જયેશભાઈ મનસુખભાઈ કારેલીયા, મનોજભાઈ ચંદુભાઈ ડોડીયા, ઘનશ્યામભાઈ, ધીરૂભાઈ પરમાર, ભરતભાઈ અમરશીભાઈ જીલ્કા, અશોકભાઈ પોપટભાઈ કારેલીયા, પ્રશાંત રમેશભાઈ પરમાર, સુરેશભાઈ ભગવાનજીભાઈ કારેલીયા, જયદીપ દિલીપભાઈ પીઠવા, અશોકભાઈ હરિભાઈ પરમાર, હસુભાઈ હરિભાઈ પરમાર, મહે-ભાઈ ભાણજીભાઈ ગોહેલ, નિરજ મહેન્દ્રભાઈ ગોહેલ, પ્રકાશભાઈ બાવાભાઈ ડોડીયા, ચંપકભાઈ સિદ્ધપુરા, હસમુખભાઈ ભાણજીભાઈ કારેલીયા, વિમલભાઈ સુરેશભાઈ પીઠવા, અશ્ર્વિનભાઈ હરિભાઈ પરમાર, સુરેશભાઈ ડોડીયા, સમીરભાઈ એસ.પરમાર, જયેશભાઈ ટી.પીઠવા (રાધી) વગેરે કાર્યરત છે તેમ શૈલેષભાઈ સિદ્ધપુરાએ જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj