વિસ્તારા એરલાઇન્સની 70 ફલાઇટો રદ્દ થવાની આશંકા

India | 02 April, 2024 | 05:17 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા 2 
વિસ્તારા એરલાઈન્સની આજે ફરી ઘણી ફ્લાઈટ રદ થઈ. મળતી માહિતી મુજબ કંપનીની નવી દિલ્હી માટે પાંચ, બેંગ્લોર માટે ત્રણ અને કોલકાતા માટે બે ફ્લાઇટ્સ રદ થઈ છે. વિસ્તારા એરલાઈન્સના પાઈલટની અછત અને કામગીરી સંબંધિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.

આજે એટલે કે 2 એપ્રિલે કંપનીની લગભગ 70 ફ્લાઈટ્સ રદ થઈ શકે છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિસ્તારા એરલાઈન્સે એક નિવેદન જારી કરીને આ કારણ સમજાવ્યું છે

કંપનીએ 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 50 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે અને લગભગ 160 ફ્લાઇટ્સ મોડી પડી છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારા એરલાઇન્સ ટાટા ગ્રૂપની કંપની છે અને ટાટા ગ્રૂપની અન્ય એરલાઇન એર ઇન્ડિયા સાથે તેનું વિલીનીકરણ પ્રસ્તાવિત છે.

આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે વિસ્તારા એરલાઇન્સની આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સનું રદ થવાનું એક કારણ આ પણ હોઈ શકે છે. વિસ્તારા એરલાઈન્સે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ’વિવિધ કારણોસર, ખાસ કરીને ક્રૂની અછતને કારણે, અમે છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરી છે અને ઘણી ફ્લાઈટ્સ વિલંબિત થઈ છે. આવી સ્થિતિમાં અમે નિર્ણય લીધો છે કે અમારા નેટવર્કમાં કનેક્ટિવિટી માટે અમે અમારી ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરીશું.

એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સના મર્જર હેઠળ બંને કંપનીઓના ક્રૂને એક પગાર માળખા હેઠળ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવી સિસ્ટમ હેઠળ, વિસ્તારાના પાઇલટ્સને 40 કલાકની ઉડાન માટે ફિક્સ પગાર મળશે.

ઉપરાંત, ફ્લાઇટના વધારાના કલાકો માટે તેમને અલગથી ચૂકવણી કરવામાં આવશે. હાલમાં, વિસ્તારાના પાઇલટ્સને ફ્લાઇટ દીઠ 70 કલાકનો પગાર ચૂકવવામાં આવે છે. આ મામલાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વિસ્તારા એરલાઈન્સના ઘણા પાઈલટ નવા પગાર માળખાથી નારાજ થઈ ગયા છે કારણ કે તેનાથી તેમનો પગાર ઘટશે.

વિસ્તારા એરલાઈન્સની મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ કેન્સલ અને વિલંબને લઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ કંપનીની સર્વિસને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj