આંધ્રપ્રદેશમાં મતદાન દરમિયાન અનેક સ્થળે શરમજનક ઘટના

વોટના બદલામાં નોટ ન મળતા મતદારોનો અનેક સ્થળે હંગામો

India, Politics, Lok Sabha Election 2024 | 13 May, 2024 | 04:18 PM
નેતાઓએ વોટના બદલામાં મતદારોને 1 હજારથી 5 હજાર રૂપિયાનો વાયદો કરેલો, પણ રૂપિયા ન મળતા મતદારો વિફર્યા!
સાંજ સમાચાર

પલનાડુ (આંધ્રપ્રદેશ) તા.13
જયાં રૂપિયામાં મતદાર વેચાઈ જતો હોય ત્યાં સ્વસ્થ લોકશાહીની કેમ આશા રાખી શકાય. આંધ્રપ્રદેશમાં આવો જ એક બનાવ બહાર આવ્યો છે જેમાં નેતાએ વાયદા મુજબ વોટના બદલામાં નોટ ન આપતા નારાજ મતદાતાઓએ હંગામો કર્યો હતો! આંધ્રપ્રદેશમાં કેટલીક જગ્યાએ આવી શરમજનક ઘટના બની હતી.

આંધ્રપ્રદેશમાં વોટીંગ દરમિયાન કેટલીક જગ્યાએ ઘણો હંગામો થયો હતો. વાત જાણે એમ હતી કે અહીંની જનતાએ નેતાઓ પાસે પૈસાની ડિમાન્ડ કરી હતી. જનતાને નેતાએ વોટના બદલામાં નોટ આપવાનો વાયદો કર્યો હતો. આ વોટની કિંમત 1000થી5000 રૂપિયા હતી. જનતાએ એવો બચાવ કર્યો હતો.

મોંઘવારી વધવાથી વોટની કિંમત વધારવી પડી હતી. જો કે આ રીતે જનતા દ્વારા વોટના બદલામાં નોટ માંગવી ગેરકાનુની છે પણ આ રાજય માટે આ વાત કોઈ નવી વાત નથી. રસપ્રદ વાત એ છે કે જે રીતે મોંઘવારી વધી છે તે રીતે વોટની કિંમતમાં પણ જનતાએ વધારો કર્યો છે, લોકસભા અને વિધાનસભા ક્ષેત્રમાં વોટના બદલામાં કેશની કિંમત 1000થી5000 રૂપિયા છે.

આંધ્રપ્રદેશમાં લોકસભાની 25 અને વિધાનસભા 175 સીટો માટે આજે મતદાન ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે નેતાએ વાયદા મુજબ રકમ ન મળતા જનતામાં નારાજગી ઠેલાઈ હતી. વાત આટલેથી પુરી થતી નથી. આ મામલે રાજયમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે. જેનું કારણ વોટના બદલામાં નોટ ન મળ્યાનું બહાર આવ્યું છે.

5 હજાર દેવાનો વાયદો નેતાએ કર્યો હતો: પલનાડુના સતનપલ્લીમાં 18માં વોર્ડમાં મતદાતાઓએ જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે વોટના બદલામાં નોટ આપવાની વાત થઈ હતી પણ હજુ સુધી એક રૂપિયા પણ નથી મળ્યો.

ખબર છે કે પાર્ટીના સમર્થકોએ કથિત રીતે દરેક વોટના બદલામાં પાંચ હજાર રૂપિયા આપવાનો વાયદો કરાયો હતો પણ રૂપિયા ન મળવાથી કેટલીક મહિલાઓએ પીઠાપુરમમાં પણ એક ઉમેદવારની કાર્યાલયની સામે મતદારોએ જોરદાર નારાબાજી કરી હતી. ઓંગલમાં પણ કથિત રીતે એક વોટ માટે 5 હજાર આપવામાં આવેલા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj