ખંભાળિયાના ખજુરિયામાં ભાગવત કથામાં મતદાન આમંત્રણ પત્રિકાનું વિતરણ કરાયું

Local | Jamnagar | 20 April, 2024 | 03:22 PM
કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સિગ્નેચર કેમ્પેઇન
સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 20

લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 7 મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.

જે અનુસંધાને ખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામે ભાગવત કથામાં મતદાન આમંત્રણ પત્રીકાઓનું વિતરણ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.

દ્વારકા જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવતર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અન્વયે કલ્યાણપુર તાલુકાના રાવલ, સૂર્યાવદર, ડાંગરવડ તથા ગોરાણા ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સિગ્નેચર કેમ્પેઈન તથા  ‘હું ચોક્કસપણે મતદાન  કરીશ જ....’ સહિતની વિગતોના સ્ટીકર લગાવવામાં  આવ્યા  છે. આમ  મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. (તસ્વીર : કુંજન રાડીયા)

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj