ગાંધીનગર ,તા.13
ગુજરાતમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકને ઘટાડવા માટે નોંધપાત્ર પગલારૂપે, વન અને પર્યાવરણ વિભાગે રાજ્યનાં સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગને નાબૂદ કરીને હાઇજેનિક પુન:ઉપયોગી કાચની પાણીની બોટલો પ્રદાન કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે.
તાપી જિલ્લામાં દક્ષિણ ગુજરાતનાં પદમ ડુંગરી ઇકોટુરિઝમ સાઇટ પરથી આદિવાસી મહિલાઓની આગેવાની હેઠળની ગ્રામ્ય સહકારી દ્વારા સ્થાપિત મોડેલને અમલમાં મૂકવાની અને ગાંધીનગર સચિવાલય સંકુલમાં કાચની પાણીની બોટલો રજૂ કરવાની સરકારની યોજના છે.
મુખ્ય મુખ્ય વન સંરક્ષક અને ફોરેસ્ટ ફોર્સના વડા, નિત્યાનંદ શ્રીવાસ્તવે રાજ્યભરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટેનાં વિભાગનાં વિવિધ પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "દક્ષિણ ગુજરાતમાં અમારી ઇકોટુરિઝમ સાઇટ પદમ ડુંગરી ખાતે આ પહેલના ભાગ તરીકે, સ્થાનિક આદિવાસી મહિલા ગ્રામ સહકારી સંસ્થાની સહાયથી, અમે પ્લાસ્ટિકની બોટલના પાણીનાં વિકલ્પ તરીકે સ્થાનિક નદીનાં પાણીની કાચની સ્વચ્છ પાણીની બોટલિંગ સુવિધાની સ્થાપના કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, "સરકારે રાજ્યનાં સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં ગાંધીનગર અને અન્યત્ર આ સિસ્ટમની નકલ કરવાની દરખાસ્ત કરી છે. સચિવાલયમાં સામાન્ય કામકાજના દિવસો દરમિયાન દરરોજ લગભગ 8000-15000 પ્લાસ્ટિકની પાણીની બોટલોનો ઉપયોગ થાય છે, જેમાં મોટાપાયે સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર થાય છે અને પ્રદુષણ પણ ફેલાય છે.
સરકાર મહિલા સહકારી સાથે ભાગીદારી કરવાની યોજના કરી છે, જેઓ ગ્લાસ વોટર બોટલિંગ સુવિધાનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. તેમણે કહ્યું કે "અમે નર્મદાનાં પાણીનો ઉપયોગ કરીને સચિવાલય પરિસરમાં એક સમાન ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ સ્થાપવાનો ઇરાદો કર્યો છે. અમે ધારીએ છીએ કે એકવાર ગ્લાસ વોટર બોટલિંગ સુવિધા કાર્યરત થઈ જાય તો સરકારી વિભાગો સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરવાનું બંધ કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy