મોદીએ 1 લાખથી વધુ યુવાનોને નિમણુંકપત્રો ફાળવ્યા

નિમણૂંકોમાં અમે લાંચનો ખેલ ખતમ કરી નાખ્યો છે: મોદી

India | 12 February, 2024 | 05:39 PM
વડાપ્રધાનનું વર્ચ્યુઅલી સંબોધન: અમે અગાઉની સરકારની તુલનામાં 1.5 ટકા વધુ નોકરી આપી: વડાપ્રધાન
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.12
વડાપ્રધાન મોદીએ આજે દેશમાં 47 જગ્યાએ રોજગાર મેળા અંતર્ગત એક લાખથી વધુ લોકોને સરકારી નોકરીના નિમણુક પત્રો ઓનલાઇન ફાળવ્યા હતા. લોકસભા 2024ની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો આ છેલ્લો અને 12મો રોજગાર મેળો છે. વડાપ્રધાને આ ઉપરાંત વર્ચ્યુઅલ દિલ્હીમાં કર્મયોગી  ભવનની આધારશિલા રાખી હતી. આ પરિસર મિશન કર્મયોગી વચ્ચે સહયોગ અને તાલમેલને પ્રોત્સાહન આપશે.

વડાપ્રધાન મોદીએ પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે આજે દરેક યુવાન જાણે છે કે તે સખત મહેનત કરસે તો પોતાના માટે જગ્યા બનાવી શકશે. 2014થી અમે યુવાનોને ભારત સાથે જોડવા અને વિકાસમાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે પાછલી સરકારની તુલનામાં 1.5 ટકા વધુ નોકરી આપી છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે અગાઉની સરકારોમાં નોકરી માટે વિજ્ઞાપન જાહેર થવાની સાથે નિયુક્તિ પત્ર આપવા માટે ખૂબ જ લાંબો સમય લાગતો હતો. આ વિલંબનો ફાયદો ઉઠાવીને ત્યારે લાંચનો ખેલ પણ જોરદાર થતો હતો. અમે ભારત સરકારમાં ભરતીની પ્રક્રિયા હવે પુરેપૂરી પારદર્શી બનાવી દીધી છે.

આ વિભાગોમાં થશે ભરતી
જે એક લાખ યુવાનોને જોબ લેટર ફાળવવામાં આવ્યા છે તેમની કેન્દ્ર સરકારના વિભાગો અને રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભરતીઓ થઇ રહી છે. જેમાં રાજસ્વ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, 
રક્ષા મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રેલવે વિભાગ સામેલ છે. નવ નિયુક્ત કર્મીઓને આઇજીઓટી કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રારંભથી ખુદને ટ્રેન્ડ કરવાનો મોકો પણ મળી રહ્યો છે. આ કર્મયોગી પ્રારંભમાં જ્યાં 880થી વધુ ઇ-લર્નીંગ કોર્સ ક્યાંય પણ કોઇપણ ડિવાઇસ લર્નીંગ માટે ઉપલબ્ધ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj