ઉતર ભારતમાં ફરી હવામાન પલ્ટો : હિમાચલ પર્વતીય રાજયોમાં હિમવર્ષા

India | 28 February, 2024 | 10:17 AM
1 થી 3 માર્ચ ભારેથી અતિભારે વરસાદ-હિમવર્ષાનું એલર્ટ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28

ઉતર ભારતમાં હવામાન સતત કરવટ બદલી રહ્યું છે. પર્વતીય રાજયોમાં ફરી હિમવર્ષા તથા વરસાદ પડતા મેદાની ભાગોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.પાટનગર દિલ્હી-એનસીઆર સહીતના ક્ષેત્રોમાં ઓચિંતી ઠંડી વધી ગઈ છે.

હિમાચલ પ્રદેશના પર્વતીય ભાગોમાં ફરી હિમવર્ષા થઈ હતી. પરીણામે અનેક માર્ગો બંધ થયા હતા. આજે પણ હિમવર્ષાનો સિલસિલો જારી રહ્યો છે. આગામી 1 અને 2 માર્ચે ભારેથી અતિ ભારે વરસાદ તથા હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ એકટીવ થવાને પગલે જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા તથા વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.3 માર્ચ સુધી રાજયમાં ખરાબ હવામાન રહેવાની સંભાવનાથી એલર્ટ જાહેર કરાયુ છે.

ઉતરાખંડમાં પણ હિમસ્ખલનની ચેતવણી વચ્ચે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 1 અને 2 માર્ચે દિલ્હી-ઉતરપ્રદેશ સહીતનાં રાજયોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં પણ શુક્રથી રવિવારે દરમ્યાન માવઠાની આગાહી કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj