પ.બંગાળમા મહિલા કેદીઓએ જેલમાં 196 બાળકોને જન્મ આપ્યાનો ઘટસ્ફોટ

પશ્ચિમ બંગાળમાં મહિલા કેદીઓ જેલમાં ગર્ભવતી થઈ રહી હોવાના રિપોર્ટથી હલચલ

India, World, Off-beat | 09 February, 2024 | 12:21 PM
સુધારણા ગૃહોમાં મહિલા કેદીઓ કેદ હોય છે ત્યાં પુરૂષ કર્મીઓની એન્ટ્રી બંધ કરો: એમિકસ કયુરી
સાંજ સમાચાર

કોલકાતા તા.9
પશ્ચિમ બંગાળની જેલમાંથી અહેવાલ આવ્યા છે. રાજયભરના તમામ સુધારણા ગૃહોના ન્યાય મિત્ર (એમિકસ કયુરી)એ કોલકાતા હાઈકોર્ટને પોતાનો રીપોર્ટ સોંપ્યો છે.આ રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળની જેલોમાં કેદ ગર્ભવતી થઈ રહી છે. હાઈકોર્ટને સોંપેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જેલોમાં મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે અને રાજયભરની જેલોમાં ઓછામાં ઓછા 196 બાળકો જુમ્યા છે.

આ સાથે જ એમિકસ કયુરીએ ચીફ જસ્ટીસ ટીએસ શિવગણનમના નેતૃત્વવાળી ખંડપીઠને વિનંતી કરી કે સુધારણા ગૃહોમાં મહિલા કેદીઓ કેદ હોય છે એમાં પુરૂષ કર્મચારીઓને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવો જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, તાજેતરમાં મેં સુધારણા ગૃહોના આઈજી (સ્પેશ્યલ) અને ડીસ્ટ્રીકટ લીગલ સર્વીસ ઓથોરીટીનાં સેક્રેટરીની સાથે એક મહિલા સુધારણ ગૃહ (જેલ) ની મુલાકાત લીધી હતી. ત્યાં જોયુ કે એક ગર્ભવતી મહિલા અને ઓછામાં ઓછા અન્ય 15 મહિલા કેદી પોત-પોતાના બાળકો સાથે રહેતી જોવા મળી હતી. તેમના બાળકોનો જન્મ જેલમાં જ થયો હતો.

ત્યારપછી ચીફ જસ્ટીસ ટીએસ શિવગણનમ અને જસ્ટીસ સુપ્રિતમ ભટ્ટાચાર્યની બેન્ચે મામલાને બીજી બેન્ચને સોંપ્યો હતો.જયારે એમિકસ કયુરી જેલની હકીકત વર્ણવી રહ્યા હતા ત્યારે સરકારી વકીલ પણ ઉપસ્થિત હતા.

હાઈકોર્ટની બેન્ચે નોટસને રેકોર્ડમાં લઈને એમિકસ કયુરીએ જે મામલાનો ઉલ્લેખ કર્યો છે એ એક ગંભીર મુદા તરફ ઈશારો કરે છે.જેલમાં રહીને મહિલા કેદી ગર્ભવતી થઈ રહી છે અને વર્તમાનમાં 196 બાળકો પશ્ચિમ બંગાળની વિવિધ જેલમાં રહી રહ્યા છે.

આ સંદર્ભમાં એક આઈપીએસ અધિકારીએ કહ્યું કે જો છ વર્ષથી ઓછી વયનું બાળક ધરાવતી મહિલાની ધરપકડ કરવામાં આવે તો બાળકને માતા સાથે જેલમાં રહેવાની મંજુરી આપવામાં આવે છે.

પરંતુ મને એ વાતની કોઈ જાણકારી નથી કે જેલમાં મહિલાઓ ગર્ભવતી થઈ રહી છે. આ અશકય છે.જો મારા ધ્યાન પર આ બાબત આવશે તો ચોકકસ ગંભીર રીતે લઈશ.

ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2024 સુધી પશ્ર્ચિમ બંગાળની 60 જેલમાં લગભગ 26000 કેદીઓ રહેતા હતા. એમાંથી લગભગ 8 થી 10 ટકા જેટલી મહિલા કેદી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં હવે સોમવારે સુનાવણી થવાની સંભાવના છે.
આ ઘટસ્ફોટને પગલે વ્યાપક ચિંતા જન્મી છે અને રાજયના સુધારણા ગૃહોમાં મહિલા કેદીઓના અધિકારો અને સ્વાસ્થ્ય માટે સર્વગ્રાહી સુધારા કરવાની માંગ ઉઠી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj