રૂપાલા-ક્ષત્રિય વિવાદમાં વાત વણસી કેમ ગઇ?: દિલ્હીમાં મોવડી મંડળ નારાજ

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 02 April, 2024 | 04:52 PM
વિવાદની ગંભીરતા સમજવામાં સ્થાનિક સ્તરે નિષ્ફળતાનો સૂર: પક્ષના ક્ષત્રિય અગ્રણીઓને પણ દૂર રાખીને એક તરફી સમાધાનના પ્રયાસ બુમરેંગ થયાની ચર્ચા: હવે સમાધાનમાં જોડાવવા તાકિદનો સંદેશ
સાંજ સમાચાર

રાજકોટ, તા.2
રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને સિનિયર કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોમાં જે રીતે વાત વણસી ગઇ અને છેક દિલ્હી સુધી તેના પડઘા પડ્યા તે મુદ્ે ભાજપનું મોવડી મંડળ અત્યંત નારાજ હોવાના સંકેત મળ્યા છે.

સૌ પ્રથમ તો આ વિવાદની ગંભીરતા સ્થાનિક અગ્રણીઓ અને ગુજરાત ભાજપના પણ મોવડીઓ પણ સમજી શક્યા નહીં અને જે રીતે લોકલ લેવલે સમાધાન માટે એક તરફી પ્રયાસ કર્યા તેના ક્ષત્રિય સમાજમાં ઘેરા પડઘા પડ્યા હતા.

ખાસ કરીને ગોંડલમાં જે રીતે સમાજની બેઠકના નામે ભાજપના અગ્રણીઓએ કુલડીમાં ગોળ ભાંગી લેવાની કૌશિષ કરી અને ફકત એક તરફી નિર્ણય જાહેર કર્યો તેનો ક્ષત્રિય સમાજમાં મોટો વિરોધ થયો. આ પ્રકારે સમાધાન કદી સ્વીકાર્ય બને નહીં તે પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ ખાનગીમાં સ્વીકાર્યું અને ખાસ કરીને  રુપાલાના વિધાનો પર જેમને સૌથી વધુ આઘાત લાગ્યો હતો તે ક્ષત્રિય સમુદાયની બહેનોને સમાધાનમાં જોડી નહીં તે પણ નડી હયું હોવાનું ભાજપમાં ચર્ચાઇ રહ્યું હોવાનું મનાય છે.

બીજી તરફ ભાજપના જ અગ્રણીઓ જે ક્ષત્રિય સમાજમાં નોંધપાત્ર વર્ચસ્વ ધરાવે છે તેઓને અલગ રાખીને વન-મેન શો જેવી કાર્યવાહીથી વાત વણસી હોવાના રીપોર્ટ છેક દિલ્હી પહોંચ્યો છે અને ત્યારબાદ જ દિલ્હીથી મળેલી સુચના મુજબ પક્ષના ક્ષત્રિય અગ્રણીઓને સમાધાનમાં હાથ મેળવવા માટે સુચના અપાઇ. જો કે અગાઉથી અલગ થલગ કરી દેવાયેલા આ નેતાઓ કેટલા દિલથી પ્રયત્ન કરશે તે પણ પ્રશ્ર્ન છે. અને જો ભાજપને ડેમેજ થશે તો આ પ્રકારની કટોકટી હલ કરવામાં જે હળવાશથી લેવાયું તે જ જવાબદાર હશે તેવું ભાજપમાં ચર્ચાઇ રહ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj