પત્ની બેરોજગાર પતિને 10 હજારનું ભરણપોષણ ભથ્થું આપશે, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો

India | 12 April, 2024 | 04:19 PM
પરંપરાગત કાનૂની માન્યતાને પડકારતો નિર્ણય
સાંજ સમાચાર

મુંબઈ , તા 12 
જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની સ્થિતિ આવે છે અને મામલો કોર્ટમાં પહોંચે છે ત્યારે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કોર્ટ પત્નીની તરફેણમાં ચુકાદો આપે છે. આવા કિસ્સામાં, કોર્ટ પતિને તેની પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપે છે.

પરંતુ, બોમ્બે હાઈકોર્ટે અલગ નિર્ણય આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયમાં પતિને નહીં પણ પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. જેમાં પત્નીને તેના બેરોજગાર પતિને દર મહિને રૂ. 10,000નું ભરણપોષણ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ નિર્ણય પરંપરાગત કાનૂની માન્યતાને પડકારે છે કે સામાન્ય રીતે પતિને તેની પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવે છે. આ મામલે સુનાવણી વર્ષ 2020માં થઈ હતી. હાઈકોર્ટનો નિર્ણય નીચલી કોર્ટના આદેશને પડકારતી પત્નીની અરજીના જવાબમાં હતો.

આ કિસ્સામાં, પત્નીને તેના બેરોજગાર પતિને ભરણપોષણ ચૂકવવાનો પ્રારંભિક આદેશ કલ્યાણની એક અદાલત દ્વારા 13 માર્ચ, 2020 ના રોજ જારી કરવામાં આવ્યો હતો. આ દિશાનિર્દેશને પડકારતાં પત્નીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તે ભરણપોષણ ચૂકવવામાં અસમર્થ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj