મુંબઈ:
મોહનલાલની ક્રાઇમ સસ્પેન્સ થ્રિલર ’દૃશ્યમ’ મલયાલમ સિનેમાની સુપરહિટ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે. આ ફ્રેન્ચાઇઝીની ફિલ્મોને હિન્દીમાં રીમેક
કરવામાં આવે છે અને આ રીમેકમાં અજય દેવગન હીરો તરીકે છવાઈ જાય છે.
આ સિરીઝની ’દૃશ્યમ’ અને ’દૃશ્યમ 2’માં અજય દેવગન જોવા મળ્યો હતો, પણ હવે ‘દૃશ્યમ 3’માંથી અજયનું પત્તુ કપાઈ જાય એવા સંજોગો સર્જાયા છે. હાલમાં મળેલા એક રિપોર્ટ પ્રમાણે મલયાલમમાં બની રહેલી ‘દૃશ્યમ 3’ના મેકર્સ મૂળ ફિલ્મના મલયાલમ વર્ઝન સાથે જ એને આખા ભારતમાં હિન્દીમાં પણ રિલીઝ કરવાનો પ્લાન કરી રહ્યા છે.
મોહનલાલની ‘દૃશ્યમ 2’ને કોરોના મહામારીને કારણે 2021માં OTT પર જ રિલીઝ કરવામાં આવી હતી, પણ પછી 2022માં રિલીઝ થયેલી એની હિન્દી રીમેકે વૈશ્ર્વિક સ્તરે લગભગ 350 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ ફ્રેન્ચાઇઝીને મળેલી સફળતાને કારણે હવે મોહનલાલ અને ડિરેક્ટરે ‘દશ્યમ 3’ને હિન્દીમાં પણ રિલીઝ કરવાનો પ્લાન કર્યો છે, કારણ કે આ ફ્રેન્ચાઇઝી ઉત્તર ભારતમાં પણ લોકપ્રિય છે.
માનવામાં આવે છે કે ,મેકર્સનો આ નિર્ણય મલયાલમ સિનેમા માટે કમાણીનો નવો રેકોર્ડ બનાવી શકે છે. રિપોર્ટ પ્રમાણે ’દૃશ્યમ 3’નું હિન્દી વર્ઝન એ મલયાલમ વર્ઝન કરતાં સાવ અલગ હશે. મળતી માહિતી પ્રમાણે 2025ના મે મહિના સુધી ‘દૃશ્યમ 3’નું શૂટિંગ શરૂ થઈ જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy