પુનમબેન માડમ રિપીટ થશે કે નવો ચહેરો: જબરી ચર્ચા

Gujarat, Politics | Jamnagar | 26 February, 2024 | 02:51 PM
વૈકલ્પિક નામોમાં મુળુભાઈ બેરા, આર.સી.ફળદુ, રીવાબા જાડેજાને પણ દિલ્હીની ટિકીટ અપાય તેવી શકયતા
સાંજ સમાચાર

રાજકોટ,તા.26
ગુજરાતમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે તે વચ્ચે જામનગરમાં આજે નિયુક્ત થયેલા ત્રણ નિરીક્ષકો પોરબંદરના પુર્વ સાંસદ હરીભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારી અને ગાંધીનગરના મહિલા ધારાસભ્ય રીટાબેન પટેલ સેન્સ લેવા પહોંચ્યા છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર અને રાજકોટની મુલાકાત બાદ હવે ભાજપે સેન્સ પ્રક્રિયા શરુ કરી છે તે વચ્ચે હવે દાવેદારોના નામની પણ ચર્ચા છે.

જેમાં સૌપ્રથમ વર્તમાન સાંસદ પુનમબેન માડમ રીપીટ થશે કે ભાજપ નવો ચહેરો પસંદ કરશે તેના પર ચર્ચા છે. પુનમબેન માડમ બે વખત સાંસદ રહી ચૂકયા છે અને તેઓ લોકપ્રિય ઉમેદવાર ગણાય છે પણ ભાજપ જો રાજયમાં નોરીપીટ થીયરી પસંદ કરે તો પુનમબેનના સ્થાને કોઈ નવા ચહેરાને તક મળી શકે છે.

જેમાં રાજયના મંત્રી મુળુભાઈ બેરા, પુર્વ ધારાસભ્ય આર.સી.ફળદુ અને વર્તમાન ધારાસભ્ય રીવાબા જાડેજાના નામ પણ ચર્ચામાં છે. સૌરાષ્ટ્રમાંથી ભાજપ મહિલાઓને કેટલી ટિકીટ આપે છે તેના પર નજર છે. ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળને રિપીટ કરે તેવી શકયતા ઓછી ગણાય છે અને આથી બીજા મતવિસ્તારમાં મહિલાઓને પસંદ કરી શકાય તે વચ્ચે પુનમબેનને જાળવી રાખે છે કે કેમ તેના પર નજર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj