ક્રિકેટ તથા અંગત જીવનની કોમેન્ટ કરતો વીડીયો વાયરલ

વિરાટ કોહલી નિવૃત્તિ બાદ બ્રિટનમાં સ્થાયી થશે? મુલાકાતમાં ‘સૂચક’ વિધાન

India, Entertainment, Sports | 17 May, 2024 | 04:09 PM
♦ પુત્રી વામિકા પણ બેટ ઘુમાવવા લાગી છે, પુત્ર અકાય એકદમ સ્વસ્થ
સાંજ સમાચાર

♦ કેરિયરમાં એક દિવસ વિરામ આવે જ છે, નિવૃતિ લઇશ પછી તમે જોઇ નહીં શકો

મુંબઇ, તા.16
ભારતીય ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરનારા મહાન  બેટસમેન વિરાટ કોહલી નિવૃત્તિ લેશે અને કાયમ માટે પરિવાર સાથે બ્રિટનમાં સ્થાયી થવાની અટકળો વ્હેતી થઇ છે.

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં કોહલી રીટાયરમેન્ટ વિશે વાતચીત કરી રહ્યો છે. કોહલીએ કહ્યું કે, ક્રિકેટર તરીકે કારર્કિદીનો અંત આવતો જ હોય છે. મને કોઇ અફસોસ નથી. હું જ્યાં સુધી ક્રિકેટ રમીશ ત્યાં સુધી ક્રિકેટ રમીશ ત્યાં સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતો રહીશ પરંતુ જ્યારે કારર્કિદી ખત્મ કરીશ ત્યારે જતો રહીશ અને હાસ્ય વેરતા એમ કહ્યું કે તમે મને નિહાળી નહીં શકો.

કોહલીનો આ કોમેન્ટ બાદ એવી અટકળોએ જોર પક્ડયું છે કે નિવૃત્તિ બાદ તે પત્ની અનુષ્કા તથા સંતાનો વામિકા અને અકાય સાથે વિદેશમાં સ્થાયી થઇ જશે. આ વર્ષનાં પ્રારંભે પણ એવી અફવા ચાલી જ હતી કે બન્ને સંતાનોના સારા ઉછેર તથા મીડીયાની સ્પોટલાઇટથી બચવા કોહલી વિદેશમાં સ્થાયી થશે. નાના બાળક અકાઇનો જન્મ બ્રિટનમાં થયો છે અને અનુષ્કાએ બ્રિટનમાં પ્રસુતિ કરી તે પણ સૂચક ગણાય છે.

વિરાટ અને અનુષ્કા પોતાના સંતાનોના ફોટા ‘પાપારાઝી’ ન ખેંચી શકે તે માટે ખાસ કાળજી રાખે જ છે. થોડા દિવસો પૂર્વે જ સંતાનોના ફોટા ન પાડવા વિનંતિ કરીને પાપારાઝીને ગીફટ પણ મોકલી હતી.

વાઇરલ વીડીયોમાં કોહલીએ અંગત જીવન તથા ક્રિકેટમાં વર્તમાન પરફોર્મન્સ વિશે પણ વાતચીત કરી હતી. પુત્ર અકાય વિશે કોહલીએ કહ્યું કે તે તદ્ન સ્વસ્થ છે. જ્યારે પુત્રી વામિકા ક્રિકેટમાં ઘણો રસ ધરાવે છે. વામિકાએ પણ બેટ હાથમાં લઇ લીધું છે અને બેટ ફેરવતી રહે છે. જો કે તે ક્રિકેટર બનશે કે કેમ તે કહી ન શકું કારણ કે કારર્કિદી પસંદ કરવાની તેને સ્વતંત્રતા હશે.

આઇપીએલના વર્તમાન પરફોર્મન્સ વિશે કોહલીએ સંતોષ દર્શાવ્યો હતો. અન્ય ટીમનું પ્રદર્શન સારૂ જ રહ્યું છે. એપ્રિલમાં નબળો દેખાવ રહ્યા બાદ મે મહિનામાં સૂરજ વધુ તપે તેમ ટીમનું પરફોર્મન્સ સુધર્યું છે. ક્રિકેટ ફેન્સ ફરી ખુશ થયા તેનો સંતોષ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj