કેજરીવાલની ધરપકડને કાનુની માન્યતા પણ આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતથી ચિંતીત

ચુંટણીપંચ ધર્મ સંકટમાં: શું ED સહિતની કેન્દ્રીય એજન્સીઓને ‘તટસ્થ’ રહેવા સલાહ આપશે!

India, Politics | 02 April, 2024 | 11:34 AM
વિપક્ષોના રામલીલા ચાર્ટર પર વિચારણા કરવી પંચ માટે જરૂરી: ચુંટણીમાં તમામને સમાન તકનો સંદેશ જાય તે પણ આવશ્યક
સાંજ સમાચાર

નવી દિલ્હી: 
લોકસભા ચૂંટણી પુર્વે જ વિપક્ષના નેતાઓ પર એન્ફોર્સમેન્ટ એજન્સીના દરોડા-વિપક્ષ નેતાઓની ધરપકડો તથા મુખ્ય વિપક્ષ કોંગ્રેસના બેન્ક ખાતા ફ્રિઝ કરવા સહિતની બોલાવાઈ રહેલી ધોસથી ચુંટણીમાં વિપક્ષો માટે લેવલ પ્લેઈંગ-ફિલ્ડ-સૌને સમાન તક મળતી નથી તેમાં વિપક્ષની સતત ફરિયાદ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી વચ્ચે હવે ચુંટણી પંચ ધર્મસંકટમાં ફસાય તેવા સંકેત છે.

એક તરફ જે કેન્દ્રીય એજન્સીઓ કામગીરી કરી રહી છે તેને અદાલતો દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે અને કસ્ટડી-જેલવાસ અંગે પણ અદાલતી આદેશ મુજબ કામ થઈ રહ્યું છે તેમાં ચુંટણીપંચ કઈ રીતે દરમ્યાનગીરી કરી શકે તેના પર પંચની બેઠકમાં વિચારણા થઈ હતી તેવા સંકેત હતા.

વિપક્ષોએ રામલીલા મેદાનમાં ચુંટણી પંચ સમક્ષ પાંચ મુદાનું ચાર્ટર પણ રજૂ કર્યુ હતું અને પંચે તેનો પ્રતિભાવ આપવો પડે તો પણ તે સંયમીત હશે. 2019માં પંચ સમક્ષ આ પ્રકારની દ્વીધા આવી હતી.

જેમાં તેણે એન્ફોર્સમેન્ટ વિભાગને તટસ્થતાની કામગીરી કરવા સલાહ આપી હતી. પંચ એ છાપ ઉભી કરવા માંગતુ નથી કે તે ન્યાયતંત્ર કે કેન્દ્રીય એજન્સીઓના કામમાં દખલ કરી રહી છે તો બીજી તરફ એ સંદેશ પણ જાય તેવું ઈચ્છતી નથી. ચુંટણીમાં લેવલ પ્લેઈંગ ફિલ્ડ તમામને સમાન તક કે અવસર આપવામાં પંચ નિષ્ફળ ગયું છે.

જે રીતે કેજરીવાલની ધરપકડ મુદે આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો પડયા છે તેને ભલે સરકાર ફગાવતી હોય પણ તે ભારતની ઈમેજને અસર કરી શકે છે. કેજરીવાલની ધરપકડ કે કોંગ્રેસના બેન્ક ખાતા ફ્રીઝ કરવા મુદે હજું સુધી અદાલતી ચુકાદાઓજ આખરી રહ્યા છે તેથી પંચ તેમાં કેન્દ્રીય એજન્સીઓના દલીત ગણાશે નહી કે તે અન્યાયી રીતે વર્તે છે તે કહી શકે નહી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj