જામનગરમાં પવનની આંધીથી ડમરી ઉડી: કેટલાક વિસ્તારોમાં હળવું ઝાપટું

Saurashtra | Jamnagar | 17 May, 2024 | 02:48 PM
સાંજ સમાચાર

જામનગરમાં ગઈકાલે સાંજે 4 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક આવેલા પલ્ટાને કારણે મીની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી. વાદળોના ગડગડાટ વચ્ચે એક વખત વીજળીના કડાકાથી શહેર ગુંજી ઉઠ્યું હતું.

અર્ધા- પોણા કલાકની તોફાની સ્થિતિ બાદ વાતાવરણ પુન: શાંત થઈ જવા પામ્યું હતું. જયારે લાલપુરમાં છાંટા પડયા હતા. જામનગર શહેરની વાત કરીએ તો આવી કાળઝાળ ગરમી વચ્ચે ગુરૂવારે સાંજે 4 વાગ્યા બાદથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને મીની વાવાઝોડા જેવા પવનને કારણે શહેરભરના રસ્તાઓ પર ધુળની ડમરીઓ છવાઈ હતી.

આકાશમાં કાળા વાદળો છવાયા હતા. સાંજે 4:45 વાગ્યે વિજળીના જોરદાર કડાકાને શહેર કંપી ઉઠ્યું હતું. આ સ્થિતિ થોડીવાર બાદ શાંત થઈ ગઈ હતી. શહેરના નગરસીમ વિસ્તારમાં દરેડ ,ગોકુલનગર, થી સાત રસ્તા સુધી,કૃષ્ણ નગર, સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા હતા.

શહેરના અનેક વિસ્તારમાં વરસાદી છાંટા તો ન પડયા પરંતુ ભારે પવન બાદ શહેરની ગરમીમાં ઘટાડાનો લોકોને અનુભવ થયો હતો. અર્ધા કલાકના તોફાન બાદ ફરી તડકો આવવો શરૂ થયો હતો. (તસ્વીર: હિતેષ મકવાણા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj