કાશીમાં બીએચયુમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ભગવાન શિવના આશિર્વાદથી કાશીમાં ચારે બાજુ વિકાસનું ડમરું વાગે છે: મોદી

India, Politics | 23 February, 2024 | 05:48 PM
સીરગોવર્ધનપુરમાં પીએમ મોદીએ ગુરુચરણોની વંદના કરી, સંત રવિદાસની કાંસ્ય પ્રતિમાનું લોકાર્પણ કર્યુ: ગુરુવારે વારાણસી આવી પહોંચેલા મોદીએ રાજય માટે 13202 કરોડની યોજનાઓના લોકાર્પણ-શિલાન્યાસ કર્યા: ખુલ્લા વાહનમાં વડાપ્રધાનનો રોડ-શો યોજાયો
સાંજ સમાચાર

વારાણસી તા.23
વડાપ્રધાન મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીની મુલાકાતના આજના બીજા દિવસે બીએચયુના સ્વતંત્રતા ભવન પહોંચ્યા હતા અને ત્યાં કાશી જ્ઞાન, ફોટોગ્રાફી અને સંસ્કૃતિ પ્રતિયોગીતાના વિજેતાઓને પુરસ્કૃત કરી સંબોધન કર્યુ હતું, ત્યારબાદ વડાપ્રધાન સીરગોવર્ધનપુર પહોંચી ત્યાં ગુરુ ચરણોની વંદના કરી સંત રવિદાસની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. ગઈકાલે જ કાશીએ આવેલા વડાપ્રધાને કાશી અને રાજયની પ્રજાને 13202 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓની ભેટ આપી હતી.

ભગવાન શિવના આશિર્વાદથી કાશીમાં વાગી રહ્યું છે વિકાસનું ડમરું: વડાપ્રધાને જણાવ્યું હતું કે ભગવાન શિવના આશિર્વાદથી કાશીમાં ચારે બાજુ વિકાસનું ડમરું વાગી રહ્યું છે. મહાદેવના આશીષથી કાશીમાં ચારે બાજુ વિકાસ થયો. કાશી સર્વ વિદ્યાની રાજધાની છે.

સંત રવિદાસની પ્રતિમાનું અનાવરણ: વડાપ્રધાન મોદીએ બીએચયુ (બનારસ હિન્દુ યુનિવર્સિટી) બાદ સીરગોવર્ધનપુર પહોંચ્યા હતા જયાં તેમણે ગુરુચરણોની વંદના કરી હતી અને સંત રવિદાસની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરી લોકોને સંબોધન કર્યુ હતું. મોદીના રોડ શોમાં ભીડ ઉમટી: વડાપ્રધાન મોદીનો કાશીના માર્ગો પર ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં ભીડ ઉમટી પડી હતી. મોદીએ ખુલ્લા વાહનમાં લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj