શ્રી રંજની આર્ટસના મેનેજીંગ ટ્રસ્ટી-કોરિયોગ્રાફર

નીપા દવે પંડ્યાને વુમન લીડર્સ ફોરમ દ્વારા ડોક્ટરેટની પદવી અપાઇ

Local | Rajkot | 28 February, 2024 | 05:08 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
રાજકોટની કલા સંસ્થા રંજની આર્ટસના મેનેજીંગ ટ્રસ્ટી તથા જાણીતા કોરીઓગ્રાફર શ્રીમતી નીપા દવે પંડ્યાને 'WHRPC, USA' તરફથી ડોક્ટરેટની ઉપાધિ પ્રદાન કરવામાં આવી છે. કલા દ્વારા તણાવ મુક્તિ વિષે આ વર્કશોપ રુબરુ મુલાકાતો તથા સતત અભ્યાસ બાદ જુન-2022થી ડિસેમ્બર-2023 દરમ્યાન તૈયાર થયેલ શોધ આલેખન તથા છેલ્લા બે દાયકાઓથી રંગમંચ પર સત્યકથાઓ દ્વારા Women empowerment & motivation s\p social awarenessની કલાપ્રુસ્તુતિ દ્વારા વિસ્તાર પ્રસાર કરતી તેમની કાર્યશૈલીના પરિપાકરૂપ ડબલ્યુએચઆર કમિશન ન્યુ યોર્ક તરફથી પરફોર્મીંગ આર્ટમાં ડોક્ટરેટની ઉપાધિ એનાયત કરવામાં આવેલ છે.

આ તકે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-2023ના સમયગાળા માટે Ministry of culture તરફથી પણ સંશોધન કાર્ય માટે તેમની થીસીસ પસંદગી પામી. Theory & Practical બન્ને પાસાઓનું સમતોલન જાળવીને આ શોધ નિબંધ તૈયાર કર્યા હતા. નીપા દવે પંડ્યાને આ ઉપલબ્ધી બદલ શ્રી રંજની આર્ટસના ધર્મેન્દ્ર પંડ્યા તથા સંસ્થાના તમામ સદસ્યોએ અભિનંદનવર્ષા કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj