બોટાદ પાલિકાની તમામ સમિતિઓમાં ચેરમેન તરીકે મહિલાઓનો દબદબો

Local | Botad | 19 April, 2025 | 11:09 AM
સ્ત્રી સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ પુરી પાડતી બોટાદ નગરપાલિકા
સાંજ સમાચાર

(દિનેશ બગડીયા) બોટાદ તા.19
 બોટાદ નગરપાલિકાના જનરલ હોલમાં સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નગરપાલિકાની તમામ સમિતિઓના ચેરમેન તરીકે નિમણુંક થતા મહિલાઓનો દબદબો નગરપાલિકામાં જોવા મળ્યો હતો.  બોટાદ નગરપાલિકાના જનરલ હોલ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા જનરલ બોર્ડની બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.

જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે જાંબુકીયા જયશ્રીબેન વિપુલભાઈ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે જોશી આશાબેન અશોકભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સોનલબેન ભરતભાઈ ચુડાસમા, પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે કળથીયા રમીલાબેન વાલજીભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કુકડીયા વર્ષાબેન મહેશભાઈ, નગર રચના અને શહેર સુધારણા સમિતિના ચેરમેન તરીકે ધરજીયા દક્ષાબેન શૈલેષભાઈ, આગશામક અને વિજળી દીવા સમિતિના ચેરમેન તરીકે ચૌહાણ નીતાબેન નંદરાજભાઈ, ગટર સમિતિના ચેરમેન તરીકે શીતલબેન કાળુભાઈ રાઠોડ અને એસ્ટાબ્લીસમેન્ટ સમિતિના ચેરમેન તરીકે બથવાર અવનીબેન હરેશભાઈની નિમણુંક કરાઈ હતી.  આ સામાન્ય સભા જનરલ બોર્ડની બેઠકમાં બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ નીરૂબેન ત્રાસડીયા, ચીફ ઓફીસર, નગરપાલિકાના અધિકારીઓ તથા નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj