રાજકોટ તા.30
જેતપુરના પટેલ ચોકમાં ચાલતા મહિલા સંચાલીત જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડી નવ મહિલાઓને પકડી પાડી રૂા.61130નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ જેતપુર સીટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે જેતપુરમાં ગોપાવાડી, પટેલ ચોકમાં આવેલ પ્રવિણાબેન ચાવડાના મકાનમાં ચાલતા જુગારધામમાં દરોડો પાડી પત્તા ટીંચતી પ્રવિણાબેન બાબુ ચાવડા, ભાનુબેન રાજુ સોલંકી, શોભનાબેન પરેશ ચૌહાણ, સોનલબેન સાગર પંડયા, પ્રવિણાબેન જયેશ દોશી, મંગુબેન બચુ ચનીયારા, ભાવનાબેન મહેશ રંગપરી, ચંદાબેન નિર્મલ રાય અને નિતાબેન ચંદ્રેશ રૂપારેલીયા (રહે. તમામ જેતપુર)ને પકડી પાડી રૂા.11130 અને 6 મોબાઈલ મળી કુલ રૂા.61130નો મુદામાલ કબ્જે કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy