આઇપીએલમાં કયારેય ચેમ્પિયન નહીં થઇ શકેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી મહિલા ટીમે ઇતિહાસ રચ્યો

વિમેન્સ ચેમ્પિયન : RCBને 16 વર્ષે ટાઇટલ મળ્યું

India, Sports, Woman | 18 March, 2024 | 12:23 PM
દિલ્હી સામેના ફાઇનલ જંગમાં આઠ વિકેટે શાનદાર જીત : મોલિન્યુકસ પ્લેયર ઓફ ધ મેચ અને દિપ્તી શર્મા પ્લેયર ઓફ ધ સીરીઝ
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 18
રીયલ ચેલેન્જર્સ બેંગ્લોર વીમેન્સ પ્રિમીયર લીગની ફાઇનલમાં દિલ્હી કેપીટલ સામે 8 વિકેટે શાનદાર જીત મેળવીને ચેમ્પિયનનું ટાઇટલ જીત્યુ હતું. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઇપીએલના ઇતિહાસમાં 16 વર્ષે પ્રથમ વખત  ટાઇટલ જીતી શકી હતી અને આરસીબીની મહિલા ટીમે બાજી મારીને ઇતિહાસ રચ્યો હતો. 

ડબલ્યુપીએલની બીજી સીઝનની ફાઇનલમાં દિલ્હી કેપીટલની ટીમ 113 રનમાં ખખડી ગઇ હતી. તેની સામે આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટે 115 રન બનાવીને સરળ જીત હાંસલ કરવા સાથે ચેમ્યિનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આરસીબી તરફથી બોલીંગમાં શ્રેયંકા પાટીલે 4 વિકેટ તથા સોફી મોલિન્યુકસે 3 વિકેટ ઝડપી હતી અને બાદમાં ઓલરાઉન્ડર એલીસી પેરીએ અણનમ 35 રન ફટકારીને ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો.

પ્રથમ દાવ લઇને દિલ્હીની ટીમે શરૂઆત મજબુત કરી હતી. પાવર પ્લેમાં વિના વિકેટે 61 રન ઝુડી કાઢયા હતા. પરંતુ ત્યારબાદ મેલિન્યુકસ અને પાટીલની આક્રમક  બોલીંગ સામે દિલ્હી કેપીટલનો બેટીંગ બધડકો શરૂ થઇ ગયો હતો. સમગ્ર ટીમ 113 રનમાં જ સમેટાઇ ગઇ હતી. મોલિન્યુકસને  પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી જયારે સમગ્ર ટુર્નામેન્ટમાં 295 બનાવવા સાથે 10 વિકેટ લઇને ઓલરાઉન્ડ દેખાવ કરનાર યુપી વોરીયર્સની દિપ્તી શર્માને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવી હતી. 

દિલ્હી કેપીટલના 113 રન સામે આરસીબી વિમેન્સ ટીમે 114 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરવા રક્ષણાત્મક શરૂઆત કરી હતી. કેપ્ટન સ્મૃતિ માંધાના (31) અને સોફી ડિવાઇન (32)એ ધૈર્યપૂર્વક રમતનું પ્રદર્શન કર્યુ હતું. પાવર પ્લેની 6 ઓવરમાં માત્ર રપ રન કર્યા હતા. સામે વિકેટ ટકાવી રાખી હતી. દિલ્હીની બોલર રાધા યાદવે ફેંકેલી 7મી ઓવરમાં આરસીબી 18 રન ઝુડીને રન બનાવવાની રફતાર વધારી દીધી હતી. મંધાના અને સોફીએ પ્રથમ વિકેટમાં 49 રનની ભાગીદારી કરી હતી.

છેવટે દિલહી વતી શીખા પાંડેએ આ જોડીને તોડી હતી. વનડાઉન આવેલી પેરીએ માંધાના સાથે સ્કોરબોર્ડ ફરતો રાખ્યો હતો. બીજી વિકેટમાં 33 રનની ભાગીદારી નોંધાવી હતી. મંધાના આઉટ થયા બાદ આરસીબીની સ્ફોટક બેટર રીયા ઘોષે મોરચો  સંભાળી લીધો હતો અને એક પણ વિકેટ ગુમાવ્યા વિના આ જોડીનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રીયા ઘોષ 17 રને અણનમ ગઇ હતી જયારે એલીસી પેરી 37 બોલમાં 4 ચોગ્ગા સાથે 35 રન બનાવીને અણનમ રહી હતી. આરસીબીએ 19.3 ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે આરસીબીનું લીગ ક્રિકેટમાં ટાઇટલ જીતવાનું સ્વપ્ન સાકાર થયું હતું. 

વિજય માલ્યાનું ટ્વિટ : આ વર્ષે મહિલાઓની જેમ હવે RCB પુરુષો પણ આઈપીએલ જીતે તેવી શુભેચ્છા
કિંગફિશર બિયર (યુનાઈેડ બેવેરેજીસ) અને એક સમયે એરલાઇન્સના સંચાલક, ભાગેડુ વિજય માલ્યા કે જેઓ હાલ યુકેમાં છે તેને વિમેન્સ પ્રીમિયર લીગમાં આરસીબી ની મહિલા ટીમની જીત પર અભિનંદન પાઠવ્યા છે, અને સાથે લખ્યું છે કે આ વર્ષે જો પુરુષો ની ટીમ પર જીતે તો ડબલ ધમાકા થશે. પુરુષોની ટીમ ક્યારેય નથી જીતી. 

 

શ્રેયંકા પાટીલને પર્પલ કેપ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્પીનર શ્રેયંકા પાટીલે દિલ્હી સામેની ફાઇનલ મેચમાં 4 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો આ ઉપરાંત વિમેન્સ પ્રીમીયર લીગની સમગ્ર ટુર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર બોલર બની હતી. જેને પગલે તેને પર્પલ કેપ એનાયત કરવમાં આવી હતી. ટુર્નામેન્ટના આઠ મેચમાં તેણે બે વખત ત્રણ કે તેથી વધુ વિકેટો ઝડપી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj