વિશ્વનું સૌથી મોટું હાથી ઘર અને રેસ્કયુ સેન્ટર અમારા માટે સેવાલય સમાન: રિલાયન્સના ડાયરેકટર અનંત અંબાણી

Gujarat | Jamnagar | 26 February, 2024 | 03:11 PM
600 એકર જમીનમાં વન્યપ્રાણીઓના નૈસર્ગિક નિવાસ સહિતની સવલત: હાથી માટેની દુનિયાની સૌથી મોટી અને અદ્યતન હોસ્પિટલ પણ કાર્યરત: 200 હાથી માટે 450 મહાવત ઉપરાંત વિશાળ કર્મચારીઓની ફોજ: સિંહ, વાઘ, ચિત્તા સહિત અન્ય 100 જેટલા વન્યપ્રાણીઓની પણ લેવાતી સંભાળ: આ સેવાલયની પ્રેરણા માતા નીતાબેન અંબાણી પાસેથી અને જીવદયાના સંસ્કાર દાદાજી ધીરૂભાઇ પાસેથી અમે મેળવ્યા: રિલાયન્સના યુવા ડાયરેકટર અનંત અંબાણીએ આપી હૃદયર્સ્પશી વિગતો
સાંજ સમાચાર

ડોલરરાય રાવલ
જામનગર તા.26: જામનગરની ભાગોળે આવેલી વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીના વિસ્તારમાં રિલાયન્સના સેવાભાવી ટ્રસ્ટ દ્વારા દુનિયાના સૌથી મોટા એલિફન્ટ કેમ્પ અને હોસ્પિટલમાં 200 જેટલા હાથીઓની સારસંભાળ લેવાઈ રહી છે. આ ઉપરાંત અનેક દેશોમાંથી રેફ્યુઝ કરીને લેવાયેલા હાથી, ચિતા, વાઘ, સિંહ અને હિપોપોટેમોસ સહિતના 700થી વધુ વન્ય પ્રાણીઓની સેવા સારવાર અને સંભાળ કરવામાં આવે છે. આ કામગીરીને ટ્રસ્ટના સંચાલક અને પ્રાણીપ્રેમી એવા અનંતભાઈ અંબાણીએ સેવાલય ગણાવ્યું છે.

રિલાયન્સ રિફાઇનરીને સલગ્ન વિસ્તારમાં આવેલી 600 એકર જમીનમાં આ સેવા પ્રવૃત્તિ ચલાવતા આનંદભાઈ અંબાણીએ પત્રકારો સાથે હાથી કેમ્પ ખાતે જ વાર્તાલાપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિ એ કોઈ ધંધો નથી પરંતુ સેવાનું કામ છે. ખાસ કરીને આ એલિફન્ટ કેમ્પ એ બિનસરકારી ધોરણે ચાલતો વિશ્વનો સૌથી મોટો એલીફન્ટ કેમ્પ છે.

એટલું જ નહીં અમેરિકા દેશો ઉપરાંત દેશ દુનિયામાંથી બીમાર, અશક્ત કે નિભાવમાં તકલીફ હોય તેવા હાથીઓને રેફ્યુઝ કરીને અહીં રખાયા છે. તેઓએ વધુમાં જણાવેલ કે રાધે ક્રિષ્ના ટેમ્પલ એલિફન્ટ વેલ્ફર ટ્રસ્ટ દ્વારા એલિફન્ટ કેમ્પમાં જ વિશ્વની સૌથી વધુ વિશાળ એલિફન્ટ ટ્રીટમેન્ટ હોસ્પિટલ અહીં કાર્યરત છે. અહીં લેટેસ્ટ સાધનો સભરનું ઓપરેશન થિયેટર છે. ઓડિટોરિયમ છે. રસોઈ ઘર છે. નિસર્ગિક રહેઠાંણ અને ખોરાકની પૂરતી વ્યવસ્થા છે. 200 જેટલા હાથીઓ આ કેમ્પમાં છે જેની દેખરેખ 450 જેટલા મહાવત તેનાત છે.

આ સેવાલય શરૂ કરવાની પ્રેરણા મારા માતા નીતાબેન પાસેથી મળી છે. હિન્દુ ધર્મમાં દરેક જીવને સરખું મહત્વ અપાયું છે. ખાસ કરીને અબોલ જીવની સેવા કરી અમેં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છીએ અને ધર્મગ્રંથો ઉપરાંત ભગવાન પણ તેમ કહે છે. 600 એકર જગ્યામાં ચલાવતા આ સેવાલયમાં બે નાના છતાં ભવ્ય મંદિર અંગે આનંદભાઈએ જણાવેલ કે અંબા માતાનું મંદિર એટલે બનાવ્યું કે તે તેમની સવારી સિંહ વાઘની છે. તેથી અહીં વસતા પ્રાણીઓની તે રક્ષા કરે તેવો અમારો ભાવ છે. અહીં શિવ મંદિર હિમાલયમાં આવેલ કેદારનાથમંદિર જેવું જ બાંધવામાં આવ્યું છે કેમકે કેદારનાથ ધામ અમારા પરિવારને ખૂબ ગમે છે.

અમુક હાથી કે જે આફ્રિકાથી રિફ્યુઝ કરીને અહીં લવાયા છે. તેના માટે ત્યાંના જંગલમાં ઉગતા વૃક્ષોના રોપા લાવી અમે અહીં ઉછેર્યા છે. આ રિફ્યુજ સેન્ટરનું નામ ગ્રીન્સ રિફ્યુઝ એન્ડ રિહેબેશન સેન્ટર રાખવામાં આવ્યું છે. સિંહ, વાઘ, ચિતા અને હિપોપોટેમોસ મળીને કુલ 700થી વધુ વન્યજીવોની અહીંયા સારસંભાળ લેવાય છે.

જીવદયા અંગે અનંતભાઈએ વધુમાં જણાવેલ કે હું જ્યારે 8 વર્ષનો હતો ત્યારે મારા માતૃશ્રી એ મને બે એનિમલ એમ્બ્યુલન્સ બર્થ ડે ગિફ્ટમાં આપી જે અમે મુંબઈમાં રખડતા પ્રાણીઓ કુતરા, ગાય, બિલાડી વગેરેની સેવામાં મુકેલ છે. ત્યાંથી મને પ્રાણીઓની સેવા ગમે છે. હું નાનો હતો ત્યારે દાદાજી (ધીરુભાઈ) સાથે દેવનાથ કતલખાને પહેલી વખત ગયેલ અને ત્યાં રૂપિયા આપી કેટલાક જીવોને છોડાવી લાવ્યા હતા. એનિમલ કેમ્પની વિશ્વની સૌથી મોટી આધુનિક હોસ્પિટલમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ મોબાઈલ સીટી સ્કેનર એક્સ રે યુનિટ ઓપરેશન થિયેટર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj