કાલે ચીનમાં વિશ્વની પ્રથમ ‘રોબો’ હાફ મેરેથોન

World, Technology, Off-beat | 18 April, 2025 | 09:51 AM
ચાર માસથી પ્રેકટીસ કરતા રોબોટ દોડશે : 20 ટીમો સામેલ
સાંજ સમાચાર

બીજીંગ : આવતી કાલે એટલે કે 19 એપ્રિલે ચીનના બીજિંગ શહેરમાં વિશ્વની સૌપ્રથમ હ્યુમનોઇડ રોબોઝની હાફ મેરથોન યોજાવાની છે.

આ એવા રોબો છે જે માણસ જેવા દેખાય છે અને માણસ જેવાં જ કામ કરવા માટે એની રચના થઈ છે. ચીનમાંથી આવા 20 રોબોની ટીમ હાફ મેરેથોનમાં ભાગ લેવાની છે.

આ મેરથોનના આયોજક મિસ્ટર લિઆંગનું કહેવું છે કે, આ મેરથોન એ માત્ર રેસ નથી; એ રોબોઝની સહનશક્તિ, સ્થિરતા, કમ્યુનિકેશન સિસ્ટમ, બેટરી મેનેજમેન્ટ અને બહારના સતત બદલાતા વાતાવરણમાં અનુકૂળ થવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનું પ્લેટફોર્મ છે.

જેમ માણસને હાફ મેરથોન દોડવા માટે તાલીમની જરૂર પડે છે એમ આ રોબોને પણ છેલ્લા ચાર મહિનાથી તાલીમ અપાઈ રહી છે. આમ તો આ મેરથોન ગયા અઠવાડિયે થવાની હતી, પરંતુ તમામ રોબોની તાલીમ પૂરી થઈ ન હોવાથી એક વીક માટે પાછળ ઠેલાઈ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj