નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ટીડીએસ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે અને અરજદારને હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.
વરિષ્ઠ વકીલ અને ભાજપનાં નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે ટીડીએસ વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરી હતી. તેમની અરજીમાં ઉપાધ્યાયે ટીડીએસને મનસ્વી, અતાર્કિક અને ગેરબંધારણીય ગણાવ્યાં હતાં.
ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે અરજી ફગાવી દીધી હતી અને અરજદારને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે ’અમે આ અરજી પર સુનાવણી કરી શકતાં નથી. તે ખૂબ જ ખરાબ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તમે હાઈકોર્ટમાં જઈ શકો છો.
અરજીમાં ઉપાધ્યાયે દલીલ કરી હતી કે, ટીડીએસએ એક જટિલ પ્રક્રિયા છે, જેને સમજવા માટે કાનૂની અને નાણાકીય કુશળતાની જરૂર છે. ઘણાં કરદાતાઓ આ સમજી શકતાં નથી.
અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અશિક્ષિત અથવા આર્થિક રીતે નબળાં વ્યક્તિઓને આ તકનીકી માળખાને સમજવામાં મુશ્કેલી પડે છે અને તેનાં કારણે તેમનું શોષણ થાય છે.
આ સમાનતાના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે. ઉપાધ્યાયે એમ પણ કહ્યું હતું કે ઘણાં કરદાતાઓ, ખાસ કરીને ગ્રામીણ અથવા આર્થિક રીતે નબળાં લોકો, સરકારને અનુચિત લાભ આપતાં, રિફંડથી ઘણી વાર વંચિત રહે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy