અયોધ્યા: રામનગરી અયોધ્યામાં રોજ હજારો દર્શનાર્થી આવે છે અને પ્રભુ શ્રીરામનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હવે આ પ્રવાસીઓ રામમંદિરનું શિખરે જોઈ શકે એવી વ્યવસ્થા પણ શરૂ થઈ છે.
બુધવારથી અયોધ્યામાં હોટ એર બલુન સર્વિસ શરૂ થઈ છે. પ્રવાસીઓ 8 મિનિટની હવાઈ યાત્રામાં રામમંદિરનું શિખર, હનુમાનગઢી અને કનક ભવન જેવાં મંદિરોને ઉપરથી જોઈ શકશે.
આ માટે વ્યક્તિદીઠ 999 રૂપિયાનું ભાડુ ચુકવવું પડશે. હોટ એર બલુનની સર્વિસ પુષ્પક એડવેન્ચર અને અયોધ્યા વિકાસ સતામંડળે શરૂ કરી છે અને એનું સંચાલન રામકથા પાર્ક હેલિપેડથી થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy