જામનગર તા.20: જામનગર શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતાં એક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનું જીવતર ટુંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસમાં જાણ કરતાં પોલીસે નોંધી કરી આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ શહેરના સત્યમ કોલોની શેરી નં.8 માં રહેતાં અહરપાલસિંહ તખસંગ ગેડિયા (ઉ.વ.27) નામના યુવાને કોઇપણ અગમ્ય કારણસર પોતાના મકાનમાં સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે વજેસંગ દાજીભા ડોડિયાએ સિટી સી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતન કાર્યવાહી કરાવી યુવાનના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે સી ડિવિઝનના એએસઆઇ ડી.જે.જોષી વધારે તપાસ ચલાવી રહ્યાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy