ધારીના નવી ધારગણી-હાથસણી માર્ગમાં બાઇક પુલ ઉપરથી નીચે ઉતરી જતાં યુવાનોનાં મોત

Local | Amreli | 12 February, 2024 | 12:47 PM
રાજુલામાં જમીનના કોર્ટ કેસ બાબતે મારી નાખવાની ધમકી
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)

અમરેલી, તા.12

 

નવી ધારગણી ગામથી હાથસણી ગામ તરફ જવાના રસ્તે પુલ નીચેથી પસાર થતાં હતા ત્યારે આરોપી ચાલકે મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા નવી ધારગણીથી હાથસણી ગામ તરફ જવાના રસ્તે પુલ નીચે વોકળામાં મોટર સાયકલ ઉતારી દેતા આરોપીએ પોતાને તથા મોટર સાયકલ પાછળ બેઠેલ તેના ભાઈને બન્નેને શરીરે ગંભીર ઇજાઓ કરી મોટર સાયકલ ચાલક તથા પાછળ બેઠેલ તેમના નાનાભાઇના બંનેના મોત નિપજાવી દીધાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાય છે.

આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના મુળ મધ્યપ્રદેશના વીરપુર બલવારી ગામ તાલુકો  ગંદવાણી જીલ્લો ધારના વતની અને હાલ સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામની સીમમાં ધીરૂભાઇ જીવરાજભાઇ બુહાની વાડીએ રહેતા મહેશભાઇ ચંદીયાભાઇ ભાબર નામના 22 વર્ષિય યુવક ગત તા.10/ના સાંજે 7/30 થી તા.11/02/24 ના સવારે 7 કલાક  દરમ્યાન  કોઇપણ સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નં.ખઙ-11-ણઈ-4766 નું લઇને તેની પાછળ તેના નાનાભાઇ અમલભાઇને બેસાડીને જતા હોય ત્યારે તે નવી ધારગણી ગામથી હાથસણી ગામ તરફ જવાના રસ્તે પુલ નીચેથી પસાર થતાં હતા ત્યારે આરોપી મહેશભાઇએ મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા નવી ધારગણીથી હાથસણી ગામ તરફ જવાના રસ્તે પુલ નીચે વોકળામાં મોટર સાયકલ ઉતારી દેતા આરોપીએ પોતાનું તથા મોટર સાયકલ પાછળ બેઠેલ તેના નાનાભાઇને બન્નેને શરીરે ગંભીર ઇજાઓ કરી મોટર સાયકલ ચાલક તથાની  પાછળ બેઠેલ તેમના નાનાભાઇ અમલભાઇ સહિત બંનેના મોત નિપજાવી દીધાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાય છે.

મારી નાખવાની ધમકી

રાજુલાના યાદવચોક, સરસ્વતિ વિદ્યા મંદીર પાસે રહેતા રસીકભાઈ છગનભાઈ કવાડે, મહેશભાઈ ઉકાભાઈ કવાડ નામના 3ર વર્ષિય યુવક ના પિતા વિરૂધ્ધ દાવો દાખલ કરેલ હતો.જે બાબતનું મન દુ:ખ ચાલતુ હોય ગત તા.7 ના રોજ આરોપી રસીકભાઈ છગનભાઈ કવાડેકોઈ માણસને લઈને કોર્ટ ની નોટીસની બજવણી કરવા યુવકના પિતા પાસે ગયેલ ત્યારે યુવકના પિતા એ જણાવેલ કે,હુ અભણ છું અને મારો દિકરો મહેશભાઈ ઘરે નથી.એ આવે પછી વાંચીને મારો દિકરો કહે તો સહિ કરી આપીશ.એમ જણાવેલ અને નોટીસમા સહિ કરવાની ના પાડેલ હતી જેથી તેઓ જતા રહેલ હતા.તે વાતનું મન દુ:ખ રાખી તા.9ના રોજ શરૂ રાત્રીના દોઢ વાગ્યે યુવક પોતાની વાડીએ ઘર બહાર સુતા હતા.ત્યારે આરોતીએ તેની સાથે બે અજાણ્યા વ્યકિતઓને લઈને યુવકના પિતાના નામની વાડીમાં પ્રવેશ કરી આરોપીએ યુવકને લાકડી વડે મુંઢ માર મારી તથા તેની સાથે બે અજાણ્યા આરોપીએ યુવકને ઢીંકાપાટુંનો મુંઢમાર મારી ત્રણેય આરોપીઓ બિભત્સ ગાળો આપી જતા જતા યુવકના પિતાને કહેતા ગયેલ કે તમારી જમીન અમારા ખાતે કરી દેજો નહીતર અમે મહેશભાઈને જીવતા નહીરહેવા દઈએ.જાનથી મારી નાખવાની ધમકી આપી અને યુવકને મુંઢ ઈજા તથાં જમણા પગના સાથળના ભાગે ઉઝરડો કરી લોહી કાઢી ઈજાઓ કરી ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાય છે.   

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj