આજે સાંજે ચૂંટણીપંચના સ્ટેટ આઈકોન ચેતેશ્વર પુજારા સાથે યુવા મતદારોની ગોષ્ઠી

Gujarat, Politics, Sports, Lok Sabha Election 2024 | Rajkot | 02 April, 2024 | 05:00 PM
લોકસભાની ચૂંટણીને લગતા વિવિધ પ્રશ્નો અંગે કરશે વાર્તાલાપ: વોટીંગ પ્રીમીયર લીગ વિષયક ઈમ્પીરીયલ પેલેસમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે
સાંજ સમાચાર

રાજકોટ તા.2
રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચના સ્ટેટ આઈકોન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા સાથે યુવા મતદારોની ગોષ્ઠીનો કાર્યક્રમ આજે સાંજના 5-45 કલાકે ઈમ્પીરીયલ પેલેસ હોટલના બેન્કવેટ હોલ (ડો. યાજ્ઞિક રોડ) ખાતે આયોજીત કરવામાં આવેલ છે.

વોટીંગ પ્રીમીયર લીગ વિષયક આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ચૂંટણીપંચના સ્ટેટ આઈકોન અને આંતર રાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા યુવા મતદારો સાથે ચૂંટણીને લગતા વિવિધ પ્રશ્નો અંગે વાર્તાલાપ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં 70 ટકા મતદાનનો લક્ષ્યાંક જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાખવામાં આવેલ છે.

જે અંતર્ગત રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં વિધાનસભા વિસ્તારવાઈઝ મતદાન જાગૃતિના કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લી ચૂંટણીમાં જે વિસ્તારમાં 50 ટકાથી ઓછું મતદાન જયાં થયેલું છે તેવા વિસ્તારોમાં પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારો વધુને વધુ મતદાન કરી સહભાગી થાય તે માટે કોલેજોમાં પણ યુવા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.  આ ઉપરાંત ચુનાવી પાઠશાળા જેવા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજી લોકસભાની ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા માટે આકર્ષાય તે રીતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 જેમાં વોટીંગ પ્રીમીયર લીગ વિષયક મતદાન જાગૃતી કાર્યક્રમ આજે સાંજના હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે આયોજીત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા યુવા મતદારો સાથે વાર્તાલાપ-સંવાદ કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj