એસટીના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ઘટના

રાજકોટ ડિવિઝનમાં ‘ઓવરએઈજ’ વાહનોની સંખ્યા ઝીરો!

Saurashtra | Rajkot | 02 April, 2024 | 04:49 PM
રાજકોટ ઉપરાંત ભૂજ, અમરેલી અને ભરૂચ એસટી વિભાગમાં પણ એક પણ આઠ લાખ કિલોમીટર ચાલેલી બસ રહી નહીં: રાજકોટ એસટી વિભાગને છેલ્લા એક વર્ષમાં 100થી વધુ અને છેલ્લા એક માસમાં જ 50થી વધુ નવા વાહનોની ફાળવણી કરવામાં આવી: હાલ રાજકોટ ડિવિઝનમાં તમામ વાહનો નવા
સાંજ સમાચાર

રાજકોટ તા.2
 છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ સહિત રાજયભરના જુદા જુદા એસટી ડિવિઝનોને સરકાર દ્વારા નિરંતર નવી સંખ્યાબંધ બસો આપવામાં આવી રહી છે જેના કારણે રાજકોટ સહિત રાજયના 16 ડિવિઝનોમાં મોટાભાગે નવા વાહનોની સંખ્યા ખુબજ વધી ગઈ છે. તેની સાથોસાથ જુના અને ઓવર એઈજ વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.

 ઉલ્લેખનીય બાબત એ છે કે એસટીમાં મોટાભાગે 8 લાખ કિલોમીટર ચાલેલા વાહનોને ઓવરએઈજ ગણવામાં આવે છે. 8 લાખ ઉપર ચલાલા વાહનોને સ્ક્રેપમાં મુકી દેવાય છે. ત્યારે રાજકોટ વિભાગમાં એસટીના ઈતિહાસમાં સૌ પ્રથમવાર જ ઓવરએઈજ વાહનોની સંખ્યા ચાલુ માસની શરૂઆતમાં જ સંપૂર્ણ ઝીરો થઈ ગઈ છે.

રાજકોટ વિભાગમાં હાલમાં જે 500 જેટલા વાહનો છે તે તમામ નવા છે.  દરમ્યાન રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોતરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે રાજકોટના એસટીના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ઓવરએઈઝ વાહનોની સંખ્યા ઝીરો થઈ ગઈ છે. 

તેઓએ જણાવેલ હતું કે રાજકોટ સહિત રાજયભરમાં સતત નવા વાહનો આપવામાં આવી રહ્યા છે જેના કારણે ઓવરએઈજ વાહનોની સંખ્યા લઘુતમ થઈ ગઈ છે.
 વિભાગીય નિયામકે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લા એક વર્ષથી 100થી વધુ નવા વાહનો ફાળવવામાં આવ્યા છે. જયારે ખાસ કરીને છેલ્લા એક માસ દરમ્યાન જ 50 જેટલા નવા વાહનો રાજકોટ એસટી વિભાગને મળ્યા છે.

વધુમાં એસટી નિગમના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજયમાં હાલમાં માત્ર એક હજારથી ઓછા ઓવરએઈજ વાહનો ઉપલબ્ધ છે અને સમગ્ર રાજયમાં રાજકોટની સાથોસાથ ભૂજ, અમરેલી અને ભરૂચ ડિવિઝનમાં પણ ઓવરએઈજ વાહનોની સંખ્યા ઝીરો થઈ ગઈ છે. જે પણ ઉલ્લેખનીય બાબત છે.  એસટી નિગમના સુત્રો એવું પણ જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષ દરમ્યાન એસટીમાં 2500થી વધુ નવા વાહનો આવનાર છપે. અને આ નવા વાહનોનું નિર્માણ કાર્ય હાલમાં નરોડા વર્કશોપ ખાતે પુરજોશમાં ચાલી રહ્યું છે. 

દૈનિક નરોડા વર્કશોપ ખાતે 15થી 20 નવા વાહનો તૈયાર થઈ રહ્યા છે અને સતત જુદા જુદા ડિવિઝનોને ફાળવણી કરવામાં આવી રહી છે. આથી હવે ઓવરએઈજ વાહનોની સંખ્યા નિરંતર ઘટતી રહેશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj