સૌરાષ્ટ્ર-ગુજરાત અગનગોળા ! સૂરેન્દ્રનગર, અમદાવાદ, ડિસા, ગાંધીનગર 44 ડિગ્રીને પાર

Gujarat, Saurashtra | Rajkot | 18 May, 2024 | 11:12 AM
રાજકોટમાં પણ ચાલુ સિઝનનું હાઈએસ્ટ 43.7 ડિગ્રી તાપમાન નોંધાતા નગરજનો ત્રસ્ત: અમરેલી, ભુજ, અને વલ્લભ વિદ્યાનગરમાં પણ 43 ડિગ્રી ઉપર પારો: હજુ પણ હિટવેવની સ્થિતિ રહેશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.18
રાજયમાં માવઠા બાદ છેલ્લા બે દિવસથી હિટવેવની અસર હેઠળ ચાલુ સિઝનની હાઈ એસ્ટ ગરમી રાજકોટ સહિત વિવિધ સ્થળોએ પડી રહી છે.અનેક શહેરો અગનગોળા જેવા બની રહ્યા છે. તો ગઈકાલે પણ સુરેન્દ્રનગર, ડિસા, અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતનાં શહેરો અગન ભઠ્ઠી જેવા બની જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતાં.

સુરેન્દ્રનગર, ડિસા, રાજકોટ, અમદાવાદ સહિતનાં સ્થળોએ ગઈકાલે ચાલુ સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાતા લોકો તોળા પોકારી ગયા હતાં.ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર ડિસા, અમદાવાદમાં ચાલુ સિઝનની નોંધાઈ હતી, તો રાજકોટમાં પણ 43.7 ડિગ્રી સાથે ચાલુ સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ હતું.

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે એક મહત્વના સમાચાર છે કે,રાજયમાં હજી પણ ગરમીનો પારો ઉંચકાશે,અગામી 6 દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહી,તો પોરબંદર,ગીરસોમનાથ,ભાવનગર,કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે,છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર અને અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.17થી 22 દરમિયાન અમુક વિસ્તારો એવા હશે જ્યાં અતિશય ગરમીનો માહોલ જોવા મળે અને તેના કારણે કોઇ લોકલ સિસ્ટમ બંધાતા રાજ્યના બે-પાંચ ગામમાં વરસાદ પડી જાય તે અપવાદ રહેશે

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન
ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ 44.2 ડિગ્રી,ડીસા 44.4 ડિગ્રી,ગાંધીનગર 44.0 ડિગ્રી,સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 43.1 ડિગ્રી,વડોદરા 42.2 ડિગ્રી,સુરત 35.8 ડિગ્રી,વલસાડ 37.2 ડિગ્રી,ભુજ 43.8 ડિગ્રી,નલિયા 38.5 ડિગ્રી,કંડલા 41.6 ડિગ્રી,અમરેલી 43.2 ડિગ્રી,ભાવનગર 39.7 ડિગ્રી,દ્વારકા 33.6 ડિગ્રી,પોરબંદર 36.7 ડિગ્રી,રાજકોટ 43.7 ડિગ્રી,મહુવા 41.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 17 મેથી ગરમી વધશે. 24, 25 મે સુઘીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમા મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. કચ્છના ભાગમાં પણ ગરમી વધશે.

જામનગર શહેરમાં ગઈકાલે તાપમાનનો પારો 39.8 ડિગ્રી પહોંચ્યા પછી આજે તેમાં 1.3 ડિગ્રીનો ધટાડો નોંધાયો છે.તો વાતાવરણમા 16 ટકાના ઘટાડા સાથે ભેજનું પ્રમાણ 68 ટકા રહ્યું હતું.જ્યારે પવનની ગતી પ્રતિકલાક 14.6 કિમિ નોંધાઇ હતી.કૃષિ વિભાગની આગાહી છે કે જામનગર જિલ્લામા આગામી તા.22 મેં સુધી વાતાવરણ સૂકું , ગરમ અને મધ્યમ વાદળછાયુ. રહેશે.

શહેરમાંછેલ્લા 24 કલાકમાં તાપમાનમાં વધઘટ રહેતી હોય વાતાવરણમાં ફેરફારો જોયા  મળી રહયા છે.સવારે ઠડું રહેતું વાતવરણ બપોરે સૂર્યનારાયણ નો આકરો પ્રભાવ લોકો અનુભવી રહ્યા છે. બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધીમાં તો તાપ અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે.

તો ગરમી સામે રક્ષણ મેળવવા એ.સી.,પંખા,કુલર તથા ઠડા પીણાનો સહારો લઇ રહ્યાં છે.જૂનાગઢ કૃષિ વિભાગની આગાહી મુજબ  તા. 22 મેં સુધી હવામાન સૂકું અને ગરમ રહેશે.પવનની દિશા વાવ્યય અને પશ્ચિમની રહેશે. 

વિસાવદર પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ
વિસાવદર પંથકમાં સતત વધતી ગરમી અને વાતાવરણમાં ભારે બદલાવ પસી આજે વિસાવદર પંથક માં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો જેમા પ્રેમપરા, ખાંભા ગીર,પિયાવા ગીર તેમજ મોટી મોંણપરી માં વરસાદ ને કારણે કેરી,તલ,અને અન્ય પાકો ને ભારે નુકશાની થઈ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj