બંદર સહિતના વિકાસ અને રોજગારી શિક્ષણને વેગ આપતું બજેટ: માંડવીયા

05 March 2021 01:04 AM
Gujarat budget
  • બંદર સહિતના વિકાસ અને રોજગારી શિક્ષણને વેગ આપતું બજેટ: માંડવીયા

રાજકોટ તા.4
કોરોનાના સમય દરમિયાન રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતીનભાઈ પટેલે પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરતા કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને કેમીકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવીયાએ આવકારેલ છે.દેશના નાના બંદરો દ્વારા થતા માલવાહનનો 70 ટકા હિસ્સો ગુજરાતના નાના બંદરો ધરાવે છે. રાજયના દરિયાઈ વેપારને વધુ બંદરોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પીપીપી ધોરણે આશરે રૂા.4800 કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરોનો વિકાસ કરવામાં આવશે.


દહેજ ખાતે કેમીકલ પોર્ટ ટર્મિનલ વિસ્તૃતીકરણ માટે રૂા.1200 કરોડના ખર્ચે બીજી જેટી વિકસાવવાનું આયોજન કરેલ છે. નવલખી બંદર અને માળખાકીય સુવિધાઓ પુરી પાડવાના હેતુથી રૂા.192 કરોડના ખર્ચે નવી જેટી સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે શીપ બ્રેકીંગ પ્રવૃતિ પુન: ચાલુ કરવા માટે આશરે રૂા.25 કરોડના ખર્ચે આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે.ગુજરાતમાં મેરીટાઈમ ટ્રાફીકમાં અનેકગણો વધારો થયેલ છે. મેરીટાઈમ ક્ષેત્રે હવે આંતરરાષ્ટ્રીય સેવાઓ જેમ કે મેડીએશન અને આર્બીટ્રેશન, શીપ લીઝીંગ અને લીગલ સર્વિસીસ વિકસાવવાની જરૂરિયાત છે. જે માટે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા ગીફટ સીટી ખાતે ઈન્ટરનેશનલ મેડીએશન અને આર્બીટ્રેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. બજેટમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવેલ છે જે આવકારદાયક છે, એવું તેમણે યાદીમાં જણાવેલ છે.


Related News

Loading...
Advertisement