રાજય સરકારનું બજેટ દિશાવિહિન : વિપક્ષ

05 March 2021 01:18 AM
Amreli Gujarat budget
  • રાજય સરકારનું બજેટ દિશાવિહિન : વિપક્ષ

નેતા પરેશ ધાનાણીએ બજેટને વખોડયું

અમરેલી તા.4
વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ર0ર1-રરના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયરમાંમંદી, મોંઘવારી, બેરોજગારી રાજયમાં અતિશય વધી ગઈ છે. પ્રજાની ખરીદશક્તિત ઘટી છે, રાજયમાં ઉત્પાાદન ઘટયું હોવા છતાં પણ સરકારની ટેકસની આવક વધી છે તેના કારણો શું છે ? પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસના ભાવમાં અસહૃય વધારો, લોખંડ, સિમેન્ટ, પ્લાણસ્ટી, ફાઈબર વિગેરે જેવી ચીજ-વસ્તુઓ અને રો-મટીરીયલના આસમાને આંબતા ભાવોના કારણે પ્રજાના ખિસ્સા ખંખેરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. કરચોરીના નામે નાના-મઘ્યમ વેપારીઓને જીએસટી દંડની ગેરબંધારણીય રીતે ખોટી નોટીસો ફટકારવામાં આવે છે. આજે રજૂ થયેલ વર્ષ ર0ર1-રરના અંદાજપત્રમાં પ્રજાને સરકાર પાસે ઘણી આશા હતી, પરંતુ આ વર્ષે પણ રજૂ થયેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળવાળું, ચીલા ચાલુ, દિશાવિહીન, નિરાશાજનક, સામાન્ય-મઘ્યમ વર્ગ અને છેવાડાના લોકોને જીવન જીવવું વધુ મુશ્કેલ બનાવશે. રાજય સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝમાં ઘટાડો કરી રાહત અપાશે. તેવી પ્રજાને આશા-અપેક્ષા હતી, પરંતુ પ્રજાની તે આશા પણ ઠગારી નીવડી છે. આજે રજૂ થયેલ બજેટે ગુજરાત અને ગુજરાતીઓને નિરાશ કર્યા છે.


Related News

Loading...
Advertisement