મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત સરકાર બજેટને આવકાર્યું

05 March 2021 03:20 AM
Morbi Gujarat budget
  • મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત સરકાર બજેટને આવકાર્યું

(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.3
ગુજરાત સરકાર દ્વારા આજે નાણાકીય વર્ષનું બજર રજૂ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને મોરબીના જેતપર અને હળવદ રોડને ફોર ટ્રેક બનાવવા માટે સરકારે 300 કરોડ રૂપિયા આ બજેટમાં મંજૂર કરેલ છે જેથી કરીને મોરબીની આસપાસમાં આવેલા સિરામિક ઉદ્યોગકારોને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉકેલાઈ જશે તેની સાથોસાથ નવલખી બંદરે વિકાસ માટે 100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના ઉધોયકારોએ સરકારના આ બજેટને આવકારયું છેમોરબી આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સ, વોલ ટાઈલ્સ, ફલોર ટાઈલ્સ અને સેનેટરી વેર્સ તેમજ ઘડિયાળના કારખાનાના માલિકો ગુજરાત સરકારના આ બજેટને લઈને ઘણી અપેક્ષા લઈને બેઠા હતા અને આજે જ્યારે રાજ્યના નાણાં મંત્રી અને ડેપ્યુટી સીએમ નિતિનભાઈ પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે તેમાં મોરબીની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મોરબીથી અણિયારી ચોકડી સુધીનો રસ્તો અને મોરબીથી હળવદ સુધીનો રસ્તો 309 કરોડના ખર્ચે ફોર ટ્રેક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને ઉધ્યોગકારો સહિતના લોકોને ફાયદો થશે માટે બજેટને આવકારવામાં આવેલ છે તેની સાથોસાથ નવલખી બંદરે વિકાસ માટે 100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના ઉધોયકારોએ સરકારના આ બજેટને આવકારયું છે તેમજ મોરબીમાં મેડિકલ કોલેજ માટે પણ ગ્રાન્ટ આપવામાં આવી હોવાથી મોરબીના દરેક લોકોને તેની સેવાનો લાભ મળશે તેથી કરીને મોરબીના ઉધ્યોગકારો સરકારના બજેટને વધાવી રહ્યા છ


Related News

Loading...
Advertisement