મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ વિનોદભાઇ ચાવડાએ બજેટને આવકાર્યું

05 March 2021 03:32 AM
Morbi Gujarat budget
  • મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ વિનોદભાઇ ચાવડાએ બજેટને આવકાર્યું

(જિગ્નેશ ભટ્ટ)
મોરબી તા.4
ગુજરાતનું બજેટ ગઇકાલે રજૂ કરવામાં આવેલ છે આ બજેટ સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સારું છે અને લોકોની પ્રાથમિક સુવિધાઓ તેમજ માળખાકીય સુવિધાઓમાં આ બજેથી વધારો થશે તે નિશ્ચિત છે ત્યારે ગુજરાત રાજયના બજેટને સાંસદ વિનોદભાઇ ચાવડા અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ આવકાર્યું છે.


ગુજરાત રાજય બજેટ 2021 ની ગુજરાત સરકારના નાણામંત્રી નીતિનભાઇ પટેલે ગઇકાલે વિધાનસભામાં રજૂ કરેલ છે. જે બજેટ ખરેખર વિકાસ લક્ષી બજેટ છે તેવું કહીને સાંસદ તથા ભાજપા પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ આવકાર્યું હતું. આ બજેટમાં કચ્છ ના ઐતિહાસિક ધર્મ સ્થાનક માતાના મઢ વિકાસ માટે 25 કરોડ, નારાયણ સરોવર તીર્થ ધામ વિકાસ માટે રૂ. 30 કરોડ તથા કચ્છ જિલ્લાને નર્મદા પાણી માટે ખાસ ફાળવાયેલ રકમ થી કચ્છમાં હરિત ક્રાંતિ માટે ઉજળા સંજોગો નિર્માણ પામશે, કચ્છ ના બંદરો અને રિન્યુએબલ એનર્જી માટે મોટા પ્રમાણ માં તકો ઊભી થશે. આવનારા પાંચ વર્ષ માં 20 લાખ થી વધુ રોજગારી માટે સરકાર તકો ઊભી કરશે ખેતી, નાગરિક પુરવઠો, ખજખઊ મહેસૂલ, પાણી પુરવઠો, શિક્ષણ, બુલેટ ટ્રેન, આરોગ્ય માટે મહત્વ ની નાણાકીય જોગવાઇઓ નું બજેટ માં પ્રાવધાન છે. જે આવકારવા દાયક છે. તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.


મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજુઆત અન્વયે બજેટમાં મોરબી જેતપર અને મોરબી હળવદ રોડ ફોરલેન માટે રૂપિયા 309 કરોડ મંઝૂર કર્યા, નવલખી બંદર ખાતે માળખાકીય સુવિધા માટે રૂપિયા 192 કરોડની નાણાકીય ફાળવણી કરી, મોરબી મેડિકલ કોલેજ અંતર્ગત હોસ્પિટલ અપગ્રેડ માટે રૂપિયા 50 કરોડની ફાળવેલ રકમ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રભારી મંત્રી સૌરભ પટેલને મોરબીની પ્રજા વતી અભિનંદન આપ્યા છે.


Related News

Loading...
Advertisement