ગુજરાતના બજેટને આવકારતા જામનગર જિલ્લા ભાજપના આગેવાનો

05 March 2021 04:17 AM
Jamnagar Gujarat budget
  • ગુજરાતના બજેટને આવકારતા જામનગર જિલ્લા ભાજપના આગેવાનો

સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રાઘવજી પટેલ અને જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના આગેવાનોએ બજેટને આવકાર્યું

જામનગર તા.4
ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા ગઇકાલે આગામી વર્ષ માટે એક એતિહાસિક ગણાવી શકાય તેવું બજેટ રજૂ કરી, ભાજપ સરકારના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્રને દોહરાવ્યું હોવાનું જામનગર જિલ્લા ભાજપની એક અખબારી યાદીમાં જણાવાયું છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં દેશમાં પ્રથમ વખત લાઈવ મોબાઈલ એપ્લીકેશન મારફત રાજયના લોકોએ બજેટને નિહાળ્યું તે ઘટના પણ ગૌરવપ્રદ કહી શકાય. વર્ષ 2021-22ના આ બજેટમાં કૃષી, શિક્ષણ, રોજગાર સહિત તમામ બાબતોને મહત્વ આપવામાં આવેલ છે. વિશેષમાં જામનગર જિલ્લામાં શેખપાટમાં નવી જી.આઈ.ડી.સી. માટે ફાળવણીની જાહેરાત, સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ માટે રૂમ. રપ કરોડની ફાળવણી, ધો. 10 થી 1ર ના 19 લાખ વિદ્યાર્થીઓ માટે મફત પુસ્તકો સહિત શિક્ષણ માટે 32719 કરોડની જંગી ફાળવણી, કૃષી વિભાગમાં 7232 કરોડની જાહેરાતમાં રાજયના 4 લાખ ખેડૂતોને બીયારણ અને અનાજ સંગ્રહ માટે એક મ અને પ્લાસ્ટિકના બે ટબ વિનામૂલ્યે આપવા, બાયાગત ખેતી લગત યોજનાઓ માટે 44ર કરોડ, માર્ગ મકાન વિભાગ માટે 11185 કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે 3511 કરોડ, આરોગ્ય માટે 11323 કરોડ, ઉર્જા વિભાગ માટે 13034 કરોડ ની જોગવાઈઓ મુખ્ય ગણી શકાય. કોરોનામાં રાજયની આવક ઘટી હોવા છતાં કોઈપણ જાતના નવા કરવેરા વગરનું આ બજેટ ખરેખર આવકારદાયક છે.


જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઈ જાની, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, મેઘજીભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ડો. પી. બી. વસોયા, સુર્યકાંત મઢવી સહિતના આગેવાનોએ આ બજેટને ‘ડીજીટલ બજેટ’ ને આવકારતા વિજયભાઈ રૂપાણી અને નિતીનભાઈ પટેલને અભિનંદન પાઠવી આભાર વ્યકત કરતા એક અખબારી યાદીમાં જણાવેલ છે કે કોરોના કાળમાં સરકારને વિવિધ વેરાની આવકમાં ઘટાડા છતાં સૌથી મોટું અને વિકાસ બજેટ લક્ષી બજેટ થી સૌનો સાથ - સૌનો વિકાસ - સૌનો વિશ્વાસ ને સાર્થક કરતા તમામ વર્ગોને સમર્ષિત અને અર્થવય્વસ્થાને ઉત્કૃષ્ઠ બનાવવાના અભિગમ સાથેના ગુજરાત સરકારના વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ ખુબ આનંદની લાગણી વ્યકત કરવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement