સરકારના વિકાસલક્ષી બજેટને આવકારતા રાજકીય અગ્રણીઓ

05 March 2021 06:48 AM
Rajkot Gujarat Gujarat budget
  • સરકારના વિકાસલક્ષી બજેટને આવકારતા રાજકીય અગ્રણીઓ

રાજકોટ તા. 4 : ગઇકાલે ગુજરાતનું બજેટ નાણામંત્રી નીતીન પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યુ આ વિકાસલક્ષી બજેટને રાજકીય અગ્રણીઓ અને સમાજના મહાનુભવો દ્વારા બજેટને આવકારવામાં આવ્યા છે.


ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ
ગોવિંદભાઇ પટેલ જણાવે છે કે ચાલુ વર્ષના બજેટમાં ખેડુત અને ખેતીના વિકાસ ઉપર વધુ ભાર મુકીને 7ર3ર કરોડની જોગવાઇ કરેલ છે. જેમાં વાવણીથી કાપણી સુધીનો સમાવેશ થાય છે. અનાજ તેમજ બીયારણ સંગ્રહ માટેના સાધનો માટે 87 કરોડ તેમજ ફુડ પ્રોસેસીંગ માટે એકમ દીઠ 10 લાખની સહાય ડાંગ જીલ્લાને ઓર્ગેનીક જીલ્લો બનાવવા 3ર કરોડની સહાય , પ્રાકૃતિક ખેતી આધારીત ઉત્પાદનને માર્કેટીંગ માટે વ્યવસ્થા કરવા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત માટે ખાસ જોગવાઇ તેમજ નર્મદા નદીનુ પાણી દરીયામાં વહી જાય છે. તે રોકવા ભાડભુત યોજના અમલ કરીને તેના માટે પ3રર કરોડની જોગવાઇ. શહેરી વિસ્તારમાં પપ000 આવાસ ઉભા કરવા માટે 900 કરોડની સહાયની જોગવાઇ. રેલ્વે ઓવરબ્રીજ નવા 68 બનાવવા માટે 3400 કરોડની જોગવાઇ તેમજ ગાંધીનગર-અમદાવાદ-રાજકોટને જોડતા 6 માર્ગીય કામ જે પ્રગતિ હેઠળ છે તેને આવકારૂ છું.


ભાજપ અગ્રણી મુકેશ દોશી
શહેર ભાજપના પુર્વ મંત્રી અને શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન મુકેશભાઇ દોશીએ ગુજરાતના વિકાસની વણથંભી યાત્રાને વેગવંતી બનાવવાના ઇરાદા સાથે નાણામંત્રી નીતિનભાઇ પટેલે અત્યાર સુધીનું સૌથી મોટુ સર્ગગ્રાહી, સર્વલક્ષ, સમતોલ બજેટ રજુ કરેલ છે જેને આવકારી બજેટમાં અમદાવાદ-ગાંધીનગરની જેમ નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા રાજકોટમાં શરુ કરવાની , રાજકોટમાં માધાપર ચોકડીએ પીપીપીના ધોરણે અત્યાધુનિક સુવીધાથી સજજ બસ સ્ટેન્ડ બનાવવાની, પાંચ વર્ષમાં બે લાખ યુવાનોને સરકારી નોકરી આપવાની જાહેરાતને આવકારે છે.


પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયા
ગુજરાત સરકારનાં નાણામંત્રી નીતીનભાઇ પટેલે વિધાનસભામાં રજુ કરેલ સને ર0ર1-રર નાં વાર્ષિક અંદાજપત્રને આવકારતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પુર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા જણાવે છે કે સમાજના તમામ વર્ગના અને ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખી જુદી જુદી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. ડાંગ જીલ્લાને સંપુર્ણ રાસાયણીક ખેતી યુકત કરી પ્રાકૃતિક ખેતી વાળો જીલ્લો બનાવવાની ઘોષણા , ઓર્ગેનીક માર્કેટ શરુ કરી ખેડુતોનો સીધો માલ વેચવાની સરળતા કરવા માટે તેમજ ગૌસેવા, ગૌસંવર્ધન માટે રપ કરોડ તેમજ નર્મદા અને સૌની યોજના માટે મહતમ ફાળવણી કરી છે.


Related News

Loading...
Advertisement