સમયની સાથે પરંતુ સામાજિક યોગદાન સાથે મહિલાઓના વિકાસનો સંદેશ આપતા ખંભાળિયાના મહિલાઓ

09 March 2021 04:18 AM
Jamnagar Woman
  • સમયની સાથે પરંતુ સામાજિક યોગદાન સાથે મહિલાઓના વિકાસનો સંદેશ આપતા ખંભાળિયાના મહિલાઓ

તા. 8 માર્ચ, વુમન્સ ડે... મહિલાઓનો દિવસ. વર્તમાન સમયમાં સામાજિક જવાબદારીઓ સાથે મહિલાઓનું યોગદાન, સશક્તિકરણ તેમજ વિકાસમાં અનન્ય પ્રદાન. મહિલા દિવસ એટલે સમાજ દ્વારા મહિલાઓની કદર રૂપે ખાસ ઉજવાતો દિવસ.પુરાતન કાળમાં મહિલાઓને ખાસ સન્માન અપાતું હતું. એટલું જ નહીં દેવી તરીકે હાલ પણ પૂજન થાય છે. છેલ્લા ઘણા સમયથી સામાજિક યોગદાન પણ અન્ય બન્યું છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની પ્રગતિ તથા મહિલાઓનું નેતૃત્વ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે.


ભારતમાં સામાજિક યોગદાન માટે અગ્રણી ઉદ્યોગપતિ સાથે સમાજસેવિકા નીતા અંબાણી, સુવિખ્યાત મોટીવેશનલ કાજલ ઓઝા વૈદ્ય, નાણામંત્રી નિર્મલા સીતારમન, ભૂતપૂર્વ રાજ્યપાલ અને આઈ.પી.એસ. ઓફિસર કિરણ બેદી, ભારતીય ટીમના વર્લ્ડ કપ વિજેતા મિતાલી રાજ વિગેરેની સામાજિક નિષ્ઠા તથા જવાબદારીપૂર્ણ કામગીરી કાબિલેદાદ બની રહી છે. જેનાથી સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ પ્રથમ હરોળમાં આવી ગયું છે.


હાલાર પંથકના છેવાળાના એવા નાનકડા ટાઉન તરીકે ખંભાળિયા શહેર પણ હવે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જેમાં હવે મહિલાઓ પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી અને વિવિધ પ્રકારની સેવા સાથે પોતાનું સ્થાન અને કંઈક નોખું-અનોખું સ્થાન સમાજ પ્રત્યે યોગદાન પ્રદર્શિત કરે છે.


ખંભાળિયાના અગ્રણી સેવાભાવી તબીબ ડોક્ટર શિલ્પાબેન ઠક્કર, ડોક્ટર બિજલબેન પટેલ, શહેરના મહીલાઓ માટે હંમેશ પ્રવૃત્ત રહેતા ચંદા મોદી, નિકિતા મજીઠીયા, જેમિનીબેન મોટાણી, નીમિશાબેન નકુમ, પાયલ કોટેચા, દ્રષ્ટિ ખગ્રામ સહિતના યુવાઓ- મહિલાઓ દ્વારા ખંભાળિયા શહેરમાં તથા નિયમિત કરાતી વિવિધ પ્રકારની સામાજિક તથા સેવાકીય પ્રવૃત્તિઓએ મહિલાઓને પ્રેરક બળ પૂરું પાડ્યું છે. તેઓની સેવા પ્રવૃત્તિ તથા આધુનિક વિચારસરણી સાથેની વિવિધ સંગઠિત કામગીરી પુરુષ સમોવડી બની રહે છે.


ફક્ત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાના બદલે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ મારફતે આ મહિલાઓ દ્વારા દરેક દિવસ "મહિલા દિન" બની રહે છે. વર્તમાન સમયમાં મહિલાઓ અશક્ત નથી પરંતુ સશક્ત બનીને સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે. વુમન્સ ડે નિમિત્તે દરેક વિચારશીલ તથા સમય સાથે દોડતી મહિલાઓને સલામ...


Related News

Loading...
Advertisement