બજેટ પેનડ્રાઇવમાં નહીં, છપાયેલું આપો : વિપક્ષની માંગ પર વિધાનસભામાં ટપાટપી

11 March 2021 07:33 AM
Gujarat Gujarat budget
  • બજેટ પેનડ્રાઇવમાં નહીં, છપાયેલું આપો :
વિપક્ષની માંગ પર વિધાનસભામાં ટપાટપી

ગૃહ કામકાજ સમિતિ એજ નિર્ણય લીધો : કોંગ્રેસના સભ્યો સામેલ હતા તો હવે પ્રશ્ર્ન શા માટે-નીતિન પટેલ

ગાંધીનગર, તા. 10
ગુજરાત વિધાનસભાની કામગીરી ના પ્રકાશનો છપાયેલા જ આપવા માટેનો આગ્રહ કોંગ્રેસે તરફથી રાખવામાં આવ્યો હતો જોકે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ પોઇન્ટ ઓફ ઇન્ફર્મેશન દ્વારા ગૃહના અધ્યક્ષની રજૂઆત કરી હતી કે પેન ડ્રાઈવ મારફતે આપવામાં આવતું બજેટલક્ષી સાહિત્ય ની જગ્યાએ અપાયેલું આપવામાં આવે જોકે આ મામલે વિધાનસભાગૃહમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલેલી રકઝક બાદ હાલ આ મુદ્દાનું નિરાકરણ આવ્યું નહતું .


ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આ વખતની કામગીરી પેપરલેસ બનાવવા નો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તો બીજી તરફ બજેટ સંદર્ભના અહેવાલો અને અન્ય પ્રકાશનો પેન ડ્રાઈવ મારફત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે આ મુદ્દે આજે પક્ષના ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને શૈલેશ પરમારે પોઇન્ટ ઓફ ઇન્ફર્મેશન ઉપસ્થિત કરીને ક્રોમા રજૂઆત કરી હતી કે ગત બજેટ સત્રમાં અમે અંદાજપત્રની બુક છાપેલી આપવા માટે રજૂઆત કરી હતી કારણકે અમારા ધારાસભ્યો છાપેલી બુક માંથી તાત્કાલિક સંદર્ભ ટાંકી રજૂઆત કરી શકે અને ચર્ચામાં ભાગ લઈ શકે તે હેતુથી છપાયેલી બુક માટેની રજૂઆત ગૃહમાં કરી હતી. જો કે પેનડ્રાઇવ સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકાર અમને પેનડ્રાઈવમાં આ પ્રકારનું સાહિત્ય આપે તો તેનો ઉપયોગ તાત્કાલિક ક્યાં અને કેવી રીતે કરો એ ખ્યાલ આવતો નથી તેવી દલીલ કરી હતી કે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે શૈલેષ પરમાર ના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું કે પેન ડ્રાઈવ માં સાહિત્ય અને અંદાજપત્રની બુક અંગેનો લે અંદાજપત્ર સમિતિ દ્વારા કરવામાં આવે છે એટલું જ નહીં આ સમિતિમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ સભ્ય તરીકે છે અને આ ઠરાવનો નાણાં વિભાગે સ્વીકાર પણ કર્યો છે ત્યારે હવે આ દલીલ યોગ્ય ન હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું જોકે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા અને ગૃહમાં રજૂઆત કરી હતી કે અમે અગાઉ પણ પેન ડ્રાઇવ નો વિરોધ કર્યો હતો કારણ કે કાગળ ઉપર છપાયેલી માહિતી હાથ વગી હોય તો અમે ચર્ચા તેમજ પોતાનો તર્ક રજૂ કરી શકીએ એવી દલીલ કરી હતી જોકે નાયબ મુખ્યમંત્રીએ વચ્ચે ઊભા થઈને એવી દલીલ કરી હતી કે વિપક્ષ દ્વારા આ માંગ યોગ્ય નથી એટલું જ નહીં અંદાજ સમિતિ નો ઠરાવ છે અને સર્વાનુમતે નિર્ણય કર્યો છે એટલે હવે આ બદલવું અશક્ય હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં એવી દલીલ રજૂ કરી હતી કે જનતાનો જનપ્રતિનિધિ ગૃહમાં ચર્ચા દરમિયાન છપાયેલા આંકડા તેમજ અન્ય અહેવાલમાં સંદર્ભ ટાંકી શકે તે હેતુથી અમે માગણી કરી રહ્યા હોવાની દલીલ પકડી રાખી હતી. નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે પરેશ ધાનાણીને સાફસાફ સંભળાવી દીધું હતું કે તમે અંદાજપત્ર સમિતિમાં પેન ડ્રાઈવ મામલે ઠરાવ કેમ કર્યો હતો ? ઉલ્લેખનીય છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલેલા આ સંવાદ વચ્ચે વિરામના સમયની જાહેરાત થતાં જ બંને પક્ષના ધારાસભ્યો ગૃહની બહાર નીકળી ગયા હતા.


Related News

Loading...
Advertisement