પાકિસ્તાન સાથે સંકળાયેલા જૂથ પર દિલ્હી-કેરાળા-કર્ણાટકોમાં દરોડાનો દૌર

16 March 2021 02:09 AM
Woman
  • પાકિસ્તાન સાથે સંકળાયેલા જૂથ પર દિલ્હી-કેરાળા-કર્ણાટકોમાં દરોડાનો દૌર

કટ્ટરવાદીઓની ભરતી પ્રક્રિયા શરૂ થઈ હોવાના સંકેત પરથી એન.આઈ.એ. ત્રાટકી: 10 સ્થળો પર સર્ચ

નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ આજે દિલ્હી-કેરાળા-કર્ણાટકમાં ઈસ્લામીક સ્ટેટ (આઈએસ) સાથે સંકળાયેલા વ્યક્તિઓના એક જૂથ પર દિલ્હી, કેરાળા, કર્ણાટકમાં 10 સ્થળોએ દરોડા પાડયા છે. 48 કલાક પુર્વે એજન્સીમાં આ અંગે એક ફરિયાદ નોંધાઈ હતી અને તેની ગંભીરતા પારખીને આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ રાજયોમાં 6-7 લોકોના ગ્રુપ પર લાંબા સમયથી ગુપ્તચર એજન્સીની નજર હતી જેમાં પાકિસ્તાનની મદદથી આ જૂથ દ્વારા મુસ્લીમ યુવકોના બ્રેઈનવોશ કરીને તેઓને કટ્ટરવાદી પ્રવૃતિમાં સામેલ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી અને સોશ્યલ મીડીયા મારફત પણ પ્રચાર ચલાવાતો હતો. એનઆઈએની ટીમો ગઈકાલે રાત્રીના આ મુકામ પર પહોંચી ગઈ હતી અને વહેલી સવારે છાપામારી ચાલુ કરી છે અને જરૂર પડે વધુ ક્ષેત્રમાં દરોડાની તૈયારી થઈ રહી છે.


Related News

Loading...
Advertisement