હવે દર સપ્તાહે બેંગ્લોરની ફલાઇટ

01 April 2021 07:09 AM
Rajkot Travel
  • હવે દર સપ્તાહે બેંગ્લોરની ફલાઇટ

સ્પાઇસ જેટલી ડેઇલી બેંગ્લોર ફલાઇટ 20 એપ્રિલથી શરૂ

રાજકોટ તા. 31 : રાજકોટ એરપોર્ટ પર હવાઇ મુસાફરોમાં વધારો થતા મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ ઉપરાંત બેંગ્લોરની હવાઇ સેવા શરૂ થઇ હતી. પરંતુ ગત તા. 28 મીથી બેંગ્લોરની સેવા ઠપ્પ થતા હવે ઇન્ડિગો કંપનીની સાપ્તાહિક સેવા શરુ થનાર છે. આગામી રવીવારથી દર રવીવારે રાજકોટ-બેંગ્લોર ફલાઇટ સેવા શરુ થતા રાજકોટ હવાઇ સેવાથી બેંગ્લોર સાથે જોડાશે. સ્પાઇસ જેટનો શેડયુલ પુર્ણ થતા ગત તા. 28 મીથી બેંગ્લોરની ડેઇલી ફલાઇટ બંધ થઇ છે જે પુન: 20 મી એપ્રિલથી કાર્યરત થનાર છે. ગત રવીવારથી જ ઇન્ડિગો કંપનીનું આગમન થતાં હવે દર રવીવારે રાજકોટ-બેંગ્લોરની સાપ્તાહિક ફલાઇટનું ઉડ્ડયન શરૂ રહેશે.


Related News

Loading...
Advertisement