રાત્રી કફર્યુનો સમય હવે રાત્રીનાં 9 નો કરાતા રાજકોટથી એસ.ટી.ના 12-લોંગ રૂટો રદ કરાશે

02 April 2021 04:15 AM
Rajkot Travel
  • રાત્રી કફર્યુનો સમય હવે રાત્રીનાં 9 નો કરાતા રાજકોટથી એસ.ટી.ના 12-લોંગ રૂટો રદ કરાશે

રાત્રીનાં 9 પછી ઉપડતી અમદાવાદ-વડોદરા-સુરત-આણંદની 60 જેટલી બસો પણ નહી ઉપડે

રાજકોટ તા. 1 :
આજથી રાજકોટમાં કફર્યુનો સમય રાત્રીનાં 9 થી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવેલ છે. જેની સીધી અસર એસટી અને ખાનગી બસોનાં સંચાલન ઉપર પડનાર છે.અત્રે ઉલ્લેખનીય છે કે કફર્યુ રાત્રીનાં 9 થી શરૂ થઇ જતા એસટી અને ખાનગી બસો શહેરમાં પ્રવેશી શકશે નહી કે શહેરમાંથી રાત્રીનાં 9 વાગ્યા બાદ બસો ઉપડી શકશે નહી. આથી એસટી અને ટ્રાવેલ્સનાં દૈનિક સંચાલન ઉ5ર આજરાત્રીથી કાપ મુકાઇ જશે.


દરમ્યાન રાજકોટ એસટીનાં ડેપો મેનેજર નિશાંત વરમોરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે આજથી રાત્ર કફર્યુનો સમય 9 વાગ્યાનો રાતા રાજકોટ બસ પોર્ટ ખાતેથી રાત્રે 9 પછી ઉપડતી અમદાવાદ, વડોદરા, સુરત સહીતનાં 1ર-લોંગ રૂટોની બસો કેન્સલ કરવી પડશે. આમ આવતીકાલથી રાજકોટ બસ પોર્ટ ઉપરથી રાત્રીનાં 9 વાગ્યા બાદ લોંગ રૂટોની 1ર જેટલી બસો નહી ઉપડે તેમજ બહારથી આવતી બસો રાત્રીનાં 9 વાગ્યા બાદ બાયપાસ પસાર થઇ જશે.


દરમ્યાન રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશનનાં પ્રમુખ દશરથસિંહ વાળાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે ખાનગી બસોનાં ધંધાર્થીઓને રાત્રીનાં 9 થી સવારે 6 સુધીનો કફર્યુ ‘પડયા ઉપર પાટુ’ પડવા સમાન છે.એક તો ધંધા હાલ સાવ મંદ છે. અને તેમાં પણ રાત્રીનાં 9 પછી કફર્યુનાં કારણે બસો ઉપાડી શકાશે નહી આથી રાજકોટથી દૈનિક રાત્રીનાં 9 વાગ્યા બાદ ઉપડતી સુરત, વડોદરા, અમદાવાદ અને આણંદની 60 જેટલી ખાનગી બસો પણ હવે ઉપાડી શકાશે નહી. આમ આજે રાત્રીનાં 9 વાગ્યાથી રાજકોટથી એસટી અને ખાનગી બસો ઉપડી શકશે નહી.


Related News

Loading...
Advertisement