રાણાકંડોરણાના બાવાજી યુવકનાં મોટર સાયકલ આડે જાનવર ઉતરતાં મોત

06 April 2021 04:08 AM
Porbandar
  • રાણાકંડોરણાના બાવાજી યુવકનાં મોટર સાયકલ આડે જાનવર ઉતરતાં મોત

રાજકોટ તા.5
પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામનો બાવાજી યુવાન રાજભારતી જીવનભારથી ગૌસ્વામી (ઉ.વ.24)નું મોટર સાયકલ આડે જાનવર ઉતરતાં માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન મોત થયું હતું. મળતી માહિતી અનુસાર રાણાકંડોરણાનો બાવાજી યુવક તેમના મિત્રો સાથે બપોરના સમયે વણોતરા ગામ પાસે આવેલ ડેમમાં ન્હાવા માટે જતા હતા ત્યારે મોટર સાયકલ આડે જનાવર ઉતરતાં સ્લીપ થઇ જતાં માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં બાવાજી યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેમાં રાણાકંડોરણાનો બાવાજી યુવક અપરણીત હતો અને ડ્રાઇવીંગનો ધંધો કરતો હતો.


Loading...
Advertisement