કોરોના સંક્રમણ અટકાવવા પોરબંદર જિલ્લાનાં બાગ-બગીચા, દરિયાકિનારા, ચોપાટી બંધ કરાયા

09 April 2021 03:46 AM
Porbandar
  • કોરોના સંક્રમણ અટકાવવા પોરબંદર જિલ્લાનાં બાગ-બગીચા, દરિયાકિનારા, ચોપાટી બંધ કરાયા

માધુપુર બિચ પણ બંધ: ગ્રાઉન્ડ પણ પ્રતિબંધીત: પોરબંદર જિલ્લા કલેકટરનું જાહેરનામુ

પોરબંદર તા.8
સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે પોરબંદર જિલ્લા કલેકટર ડી.એન.મોદી દ્વારા બાગ-બગીચા, ચોપાટી, ક્રિકેટ ગ્રાઉન્ડ, માધવપુર બીચ, તા.7થી આગામી તા.21/4 સુધી જાહેર જનતા માટે બંધ કરવા એક જાહેરનામુ બહાર પાડી આદેશ કરવામાં આવેલ છે.

જાહેરનામામાં જિલ્લા કલેકટરે જણાવેલ છે કે પોરબંદર જિલ્લામાં આવેલ બાગ-બગીચા તથા પોરબંદર શહેર ખાતે આવેલ ચોપાટી રાત્રીના 10 કલાકથી સવારના 5 કલાક સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અંગેની કચેરીના જાહેરનામાથી તા.20/03 થી મનાઈ ફરમાવવામાં આવેલ. પરંતુ હાલ પણ કોરોનાનું સંક્રમણ વધારે હોય પોરબંદર જિલ્લામાં આવેલ બાગ-બગીચા તથા પોરબંદર શહેર ખાતે આવેલ ચોપાટી અને જિલ્લામાં આવેલ અન્ય કરવા માટે જાહેર સ્થળો તથા ધાર્મિક સ્થળો ઉપર લોકોની ભીડ એકઠી થાય તેવી શકયતાઓ રહેલી છે. નોવેલ કોરોના વાયરસ ચેપી પ્રકારનો રોગ હોઈ, એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે. સરકારશ્રી દ્વારા ધાર્મિક સ્થળે ઉપાસના સ્થળોએ કોરોના ફેલાવા માટેના નિવારક પગલા સંબંધમાં એસઓપી બહાર પાડેલ છે તેમ છતાં અગમચેતી પગલારૂપે જાહેર હિતમાં નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.

આથી તા.7/4 થી 21/4 સુધી પોરબંદર જિલ્લાનાં તમામ બાગ-બગીચા, પોરબંદર શહેરમાં આવેલ અસ્માવતી રિવરફ્રન્ટ, પોરબંદર શહેરથી ચોપાટી, ન.પા. સંચાલીત હાથીવાળુ ચોપાટી ગ્રાઉન્ડ, ચોપાટી ખાતે આવેલ ઓશિયોતિક હોટલ પાસેનું ગ્રાઉન્ડ, ઓડદર-રતનપર રોડ ઉપર આવેલ રંગબાઈ મંદિર પાછળ આવેલ દરિયાકિનારો કુછડી ગામ પાસે આવેલ ખીમેશ્વર મહાદેવ મંદિર પાસેનો દરિયાકિનારો અને માધુપુર ગામે આવેલ દરિયાકિનારો જાહેર જનતા માટે બંધ કરેલ છે તેમજ બગીચા-ચોપાટી સવારનાં 5થી8 વચ્ચે વોકીંગ કરવા ચાલુ રહેશે. જયારે, ધાર્મિક આયોજન માટે 50થી વધુ વ્યક્તિઓ એક સાથે દર્શન (ઉપાસના) માટે ઉપસ્થિત ન રહે તેની તકેદારી રાખવી પડશે. જયારે, લગ્ન સમારોહમાં 100થી વધુ વ્યક્તિઓ એકઠી થઈ શકશે નહી.


Loading...
Advertisement