યુ-ટયુબે 8.30 કરોડ વીડિયો, 700 કોમેન્ટ ડિલિટ કર્યાં

09 April 2021 03:54 AM
Technology
  • યુ-ટયુબે 8.30 કરોડ વીડિયો, 700 કોમેન્ટ ડિલિટ કર્યાં

વીડિયો વાંધાજનક, કોપીરાઈટ અને પોર્નોગ્રાફી સંબંધિત હોવાથી પ્લેટફોર્મની કાર્યવાહી: ભડકાઉ કોમેન્ટને પણ મોટાપાયે દૂર કરાઈ

નવીદિલ્હી, તા.8
વર્ષ 2018થી અત્યાર સુધીમાં યુ-ટયુબ પોતાના પ્લેટફોર્મ ઉપરથી 8.30 કરોડ વીડિયો હટાવી ચૂક્યું છે. આ વીડિયો વાંધાજનક, કોપીરાઈટ વિરુદ્ધ અથવા તો પોર્નોગ્રાફીક સંબંધિત હોવાને કારણે હટાવાયા છે. આ ઉપરાંત 700 કરોડ કોમેન્ટને પણ ડિલિટ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું કે દર 10 હજાર વીડિયોમાં વાંધાજનક વીડિયોની સંખ્યા 16થી 18 હોય છે.

કંપનીમાં સુરક્ષા અને વિશ્વસનીયતાની ટીમના ડાયરેક્ટર જેનિફર ઓ’કોર્નરના જણાવ્યા અનુસાર વાંધાજનક વીડિયોનો ટકાવારી બહુ ઓછી છે. તેની આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ 94 ટકા વાંધાજનક વીડિયો કોઈ જુએ તે પહેલાં જ હટાવી દે છે આમ છતાં પણ જ્યારે કરોડો વીડિયો અપલોડ થઈ રહ્યા હોય ત્યારે તેમાં વાંધાજનક વીડિયોની ટકાવારી મામૂલી રહે છે. ત્રણ વર્ષ પહેલાં તેની સરેરાશ 63થી 72 વીડિયો 10 હજાર રહેતી હતી.

યુઝર્સ દ્વારા અપલોડ આ વીડિયોમાંથી જ યુ-ટયુબ અને ફેસબુક આ દિવસોમાં ભારે માત્રામાં ક્ધટેન્ટન પીરસી રહ્યા છે. ભારતના 61 લાખ અને વિશ્ર્વના 53.3 કરોડ ફેસબુક યુઝર્સનો ખાનગી ડેટશ લીક થવાની આયર્લેન્ડે તપાસ શરૂ કરી દીધી છે. ડેટા સુરક્ષા આયોગે ફેસબુકના એ તર્કને માન્યો નથી જેમાં કહેવાયું હતું કે આ ડેટા 2019નો છે.હવે આયોગ જોશો કે ડેટશ લીક કેવી રીતે થયો અને તેનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે છે. આયોગના અધિકારીના જણાવ્યા મુજબ ફેસબુકના દાવાઓનું પરિક્ષણ થશે. લીક થયેલા ડેટાનો દુરુપયોગ સંભવ છે એટલા માટે ડેટાને જૂનો કહીને અહેવાલોને ફગાવવા યોગ્ય નથી.


Related News

Loading...
Advertisement