શેરબજારમાં ઉછાળે વેચવાલી : આંક 50,000 કુદાવ્યા બાદ પટકાયો

09 April 2021 05:10 AM
Business
  • શેરબજારમાં ઉછાળે વેચવાલી : આંક 50,000 કુદાવ્યા બાદ પટકાયો

સેન્સેકસમાં પપ પોઇન્ટનો સુધારો : બેંક શેરો નબળા

રાજકોટ, તા. 8
મુંબઇ શેરબજારમાં આજે તેજીનો ઝોક રહેવા છતાં ઉછાળે આક્રમણકારી વેચવાલી આવતા ટોચની સપાટી જળવાઇ શકી ન હતી. સેન્સેકસ પપ પોઇન્ટનો સુધારો સુચવતો હતો. શેરબજારમાં આજે તેજીનું માનસ જળવાયુ હતું. કોરોના સંક્રમણનો ગભરાટ છતાં પસંદગીના ધોરણે લેવાલી આવતી રહી હતી. સાંજે વડાપ્રધાને બેઠક રાખી હોવાથી નવા નિયંત્રણો કે લોકડાઉનની આશંકાથી બપોરે વેચવાલીનું દબાણ આવ્યું હતું. શેરબજારમાં આજે જેએસડબલ્યુ સ્ટીલ, ટીસ્કો, શ્રી સિમેન્ટ, ટાઇટન, અદાણી પોર્ટ, ભેલ, એશીયન પેઇન્ટસ, ઇન્ફોસીસ, કોટક બેંક, નેસલે, ટીસીએસ વગેરેમાં સુધારો હતો. બજાજ ફાઇનાન્સ, સનફાર્મા, ઓએનજીસી, ઇન્ડુસઇન્ડ બેંક, મારૂતિ, સ્ટેટ બેંક, એસબીઆઇ લાઇફ વગેરેમાં ઘટાડો હતો. મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેકસ પપ પોઇન્ટના સુધારાથી 49717 હતો જે ઉંચામાં 50118 તથા નીચામાં 49613 હત. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 42 પોઇન્ટ વધીને 14861 હતો જે ઉંચામાં 14984 તથા નીચામાં 14821 હતો.


Related News

Loading...
Advertisement