કોરોના સંક્રમણના ગભરાટથી રાજકોટ હવાઇ સેવામાં મુસાફરોની સંખ્યા ઘટી

09 April 2021 06:13 AM
Rajkot Travel
  • કોરોના સંક્રમણના ગભરાટથી રાજકોટ હવાઇ સેવામાં મુસાફરોની સંખ્યા ઘટી

RT-PCR ટેસ્ટ રિપોર્ટ મેળવવા થતા વિલંબથી એડવાન્સ બુકિંગ ટીકીટ કેન્સલ થવા લાગી

રાજકોટ તા. 8 : રાજય સરકારે ગુજરાત બહારના રાજયોમાંથી આવતા વ્યકિતઓનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટીવ હોય તેમને જ પ્રવેશ આપવાની ગાઇડ લાઇનના પગલે રાજકોટની હવાઇ સેવાને અસર થવા લાગી છે. રાજકોટ એરપોર્ટ પર મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદથી આવતી ફલાઇટના તમામ મુસાફરોને આરટી-પીસીઆરનો નેગેટીવ રીપોર્ટ બતાવવો જરુરીયાત છે તો જેમની પાસે રીપોર્ટ નથી તેવા મુસાફરોને એરપોર્ટ પર ચાર્જ ચુકવી અથવા આરોગ્ય વિભાગ દ્વારા થતા ફ્રી ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પણ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરતા રાજકોટથી મુંબઇ જતા મુસાફરોને રીપોર્ટ સાથે લઇ જવો ફરજીયાત હોવાથી હવાઇ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો. સાથે કોરોના સંક્રમણથી બચવા લોકો હવાઇ મુસાફરી ટાળી રહયાની ચર્ચા છે.રાજકોટમાં આરટી-પીસીઆર ટેસ્ટ રીપોર્ટ મેળવવા લેબોરેટરીમાં લાંબુ વેઇટીંગ જોવા મળે છે. 96 કલાકે રીપોર્ટ મળતો હોવાથી હવાઇ મુસાફરો તાત્કાલીક મુસાફરી ટાળવી પડે છે. અગાવ કરાવેલ બુકિંગ પણ ટેસ્ટના વાંકે ટીકીટ કેન્સલ કરાવવી પડે છે. જે કારણે હવાઇ મુસાફરોની સંખ્યા ઘટવા લાગી છે.આજે ગુરુવારે સ્પાઇસ જેટની સાંજની રાજકોટ-મુંબઇ અને કાલ સવારની રાજકોટ-મુંબઇ ફલાઇટ સેવા કેન્સલ થયાનું જાણવા મળેલ છે. કોરોના ડરથી લોકો હવે હવાઇ મુસાફરી ટાળી રહયા છે.


Related News

Loading...
Advertisement