આઈપીએલ પર કોરોનાનો ઓછાયો: મુંબઈમાં બ્રોડકાસ્ટીંગ ટીમના 14 લોકોને કોરોના

09 April 2021 06:21 AM
Sports
  • આઈપીએલ પર કોરોનાનો ઓછાયો: મુંબઈમાં બ્રોડકાસ્ટીંગ ટીમના 14 લોકોને કોરોના

તમામને ક્વોરન્ટાઈન કરી દેવાયા: ખેલાડી, ગ્રાઉન્ડ સ્ટાફ ઉપરાંત હવે બ્રોડકાસ્ટીંગ ટીમના લોકો પણ કોરોનાગ્રસ્ત થવા લાગતાં ક્રિકેટ બોર્ડ ચિંતીત

મુંબઈ, તા.8
મહામારી કોરોના વાયરસના કોપ વચ્ચે આવતીકાલથી આઈપીએલની 14મી સીઝન શરૂ થઈ રહી છે. દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી બીસીસીઆઈ પણ અત્યંત ચિંતીત છે. છેલ્લા થોડા દિવસોથી આઈપીએલ રમનારા ખેલાડી એક પછી એક પોઝિટીવ આવી રહ્યા છે. ખેલાડીઓની સાથે જ ગ્રાઉન્ડ સ્ટાફ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યો છે. દરમિયાન મુંબઈમાં બ્રોડકાસ્ટીંગ ટીમના 14 લોકો કોરોના પોઝિટીવ આવ્યાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.


આઈપીએલના ખેલાડી ગ્રાઉન્ડ સ્ટાફ અને હવે બ્રોડકાસ્ટની ટીમના સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. ખેલાડીઓ અને અધિકારીઓની સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે આમ છતાં કોરોના વધી રહ્યો છે. તાજેતરમાં જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના 11 લોકો કોરોના પોઝિટીવ મળ્યા હતા. એક અહેવાલ અનુસાર મુંબઈમાં મેચના પ્રસારણની તૈયારી કરી રહેલી બ્રોડકાસ્ટીંગ ટીમના 14 સભ્યો કોરોના પોઝિટીવ આવ્યા છે જેથી તેમને ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે. સાથે જ તેમની સુરક્ષાને લઈને વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.


આઈપીએલ શરૂ થતાં પહેલાંજ ચાર ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવી ચૂક્યો છે. માર્ચના અંતિમ સપ્તાહમાં કેકેઆરના નીતિશ રાણા કોરોના પોઝિટીવ થયો હતો. જો કે હવે તે ઠીક થઈ ગયો છે. આ પછી બેંગ્લોર ટીમના બે ખેલાડી કોરોનાની હડફેટે ચડ્યા હતા જેમાં દેવદત્ત પડ્ડીકલ અને સેમ્સનો સમાવેશ થાય છે. આ પૈકી પડ્ડીકલ સાજો થઈને ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે. આ બન્ને ઉપરાંત દિલ્હી કેપિટલ્સનો કી-પ્લેયર અક્ષર પટેલ પણ કોરોનાગ્રસ્ત થયો છે.


Related News

Loading...
Advertisement